નોકરી વધારવાને લઈ 45 અર્થશાસ્ત્રીઓએ આપ્યા મહત્વના Idea!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)

માનવામાં આવી રહ્યું છે કે, દેશના આર્થિક વિકાસને ગતિ આપવા માટે નાણાં મંત્રી અર્થશાસ્ત્રીઓ સાથે મંથન બાદ કઈંક મોટા પગલા ભરી શકે છે.

 • Share this:
  5 જુલાઈના રોજ રજૂ થનારા પૂર્ણ બજેટ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના મુખ્ય અર્થશાસ્ત્રીઓ અને વિશેષજ્ઞો સાથે આર્થિક પરિસ્થિતિ પર કરેલી બેઠક ખતમ થઈ. દેશનો આર્થિક ગ્રોથ વદારવા અને નોકરીઓના અવસર વધારવાને લઈ લગભગ 45 અર્થશાસ્ત્રીઓ અને મોટી કંપનીઓના પ્રમુખોએ પીએમ મોદીને આઈડીઆ આપ્યા. આ બેઠક એટલા માટે પણ મહત્વની હતી કારણે કે, બજેટ પહેલા થઈ રહી હતી. નાણામંત્રી નિર્મલા સિતારમન 5 જુલાઈના રોજ બેજટ રજૂ કરશે. માનવામાં આવી રહ્યું છે કે, દેશના આર્થિક વિકાસને ગતિ આપવા માટે નાણાં મંત્રી અર્થશાસ્ત્રીઓ સાથે મંથન બાદ કઈંક મોટા પગલા ભરી શકે છે.

  તમને જણાવી દઈએ કે, નીતિ આયોગમાં આયોજિત આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આર્થિક સલાહકાર સમિતિના ચેરમેન વિવેક દેબરોય, ટાટા સંસના ચેરમેન એન ચંદ્રશેખરણ, આઈટીસી લિમિટેડ સીઈઓ સંજીવ પુરી અને વેદાંત રિસોર્સેઝ લિમિટેડના ચેરમેન અનિલ અગ્રવાલ હાજર રહ્યા.

  આ તમામ લોકોએ અર્થવ્યવસ્થા, નોકરીઓ ,એગ્રીકલ્ચર, જળ-સંશાધન, શિક્ષા અને હેલ્થ જેવા મુદ્દાઓ પર સલાહ આપી. તમને જણાવી દઈએ કે, મોદી સરકાર સામે દેશના આર્થિક ગ્રોથને પાટા પર લાવવાનો સૌથી મોટો પડકાર છે. ગત મહિને જાહેર કરવામાં આવેલા જીડીપીના આંકડા અનુસાર, 2018-19ના ચોથા ત્રિમાસિકમાં વિકાસ દર માત્ર 5.8 ટકા રહ્યો, જે 5 વર્ષના ન્યૂનત્તમ સ્તરનો હતો.

  બીજી બાજુ, 2017-18માં બેરોજગારી 45 વર્ષના ઉચ્ચ સ્તર 6.1 ટકા પર પહોંચી ગઈ. ગત કાર્યક્રમમાં બેરોજગારીના મોર્ચા પર સરકારે ઘણી આલોચનાનો સામનો કરવો પડ્યો. વિપક્ષે ચૂંટણીમાં તેને મોટો મુદ્દો બનાવ્યો હતો.

  થોડા દિવસ પહેલા નીતિ આયોગની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત વર્ષ 2024 સુધી 5 લાખ કરોડની અર્થવ્યવસ્થા બનાવવાનો મોટો પડકાર છે, પરંતુ તે હાસિલ કરી શકાય છે. પીએમએ આ સંબંધમાં રાજ્યોને જીલ્લા સ્તરથી જીડીપી વધારવા માટે ટારગેટ સેટ કરવાનું કહ્યું હતું.
  Published by:kiran mehta
  First published: