દેશમાં થોડાક જ સ્થળો પર લૉકડાઉન લંબાવાશે! મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા બાદ PM મોદી શનિવારે લેશે નિર્ણય

News18 Gujarati
Updated: April 8, 2020, 2:03 PM IST
દેશમાં થોડાક જ સ્થળો પર લૉકડાઉન લંબાવાશે! મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા બાદ PM મોદી શનિવારે લેશે નિર્ણય
સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર સરકાર તે સ્થળોથી પ્રતિબંધ હટાવવા તૈયાર છે જ્યાં કોવિડ-19ના કેસ નથી આવ્યા

સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર સરકાર તે સ્થળોથી પ્રતિબંધ હટાવવા તૈયાર છે જ્યાં કોવિડ-19ના કેસ નથી આવ્યા

  • Share this:
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ના વધતાં કેસની વચ્ચે દેશમાં લૉકડાઉન (Lockdown)ની સમયમર્યાદા વધારવામાં આવશે કે નહીં તેની પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો અને લેફ્ટનન્ટ ગવર્નરો સાથે સંવાદ બાદ નિર્ણય લેશે. મળતી જાણકારી મુજબ, શનિવારે મુખ્યમંત્રીઓ, પ્રશાસકો અને LG સાથે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંવાદ સ્થાપિત કરશે.

મુખ્યમંત્રીઓ સાથે અગાઉની બેઠકમાં પીએમ મોદીએ લૉકડાઉન હટાવવાને લઈને ભલામણો માંગી હતી, જેના કારણે ગરીબ અને પ્રવાસી શ્રમિકોની મુશ્કેલી ખતમ થઈ શકે. સરકાર ચરણબદ્ધ રીતે લૉકડાઉન ખતમ કરવા માંગે છે. કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર તે સ્થળોથી પ્રતિબંધ હટાવવા તૈયાર છે જ્યાં કોવિડ-19ના કેસ નથી આવ્યા. સૂત્રોનું કહેવું છે કે, અનેક સચિવોની સાથે જ નીતિ આયોગના ઉચ્ચ અધિકારીઓનું માનવું છે કે 15 એપ્રિલ બાદ પણ પૂર્ણ રીતે લૉકડાઉનના કારણે અર્થવયવસ્થાને ઘણું નુકસાન થશે. તેઓ એ ક્ષેત્રોમાં પ્રતિબંધ ખતમ કરવાના પક્ષમાં છે જે ‘રેડ ઝોન’ નથી.

આ પણ વાંચો, ...તો 15 મે સુધી બંધ રહેશે સ્કૂલ, કોલેજ અને મૉલ, ધાર્મિક પ્રવૃત્તિઓ ઉપર પણ પ્રતિબંધ

નોંધનીય છે કે, હાલના લૉકડાઉનની અવધિ 20 દિવસની છે જે 14 એપ્રિલની મધ્ય રાત્રિએ ખતમ થઈ જશે. આ પહેલા અનેક રાજ્યોએ પોતાની ચિંતા જાહેર કરી છે. બુધવાર સવારે 9  વાગ્યે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, દેશભરમાં 5194 કેસ નોંધાયા છે જેમાંથી 4643 કેસ એક્ટિવ છે અને 401 દર્દી હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. બીજી તરફ, 149 લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત એક દર્દી વિદેશ શિફ્ટ થઈ ચૂક્યો છે.

આ પણ વાંચો, કોરોનાઃ હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા મળતાં જ ટ્રમ્પના સૂર બદલાયા, કહ્યું- મોદી શાનદાર નેતા

ઉલ્લેખનીય છે કે, Covid19નો સામનો કરવા માટે રચવામાં આવેલા મંત્રીઓના સમૂહ (GoM)એ 15 મે સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવા અને લોકોની સહભાગિતાવાળી તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ નાખવાની ભલામણ કરી છે. મંત્રી સમૂહનું કહેવું છે કે સરકાર 21 દિવસનું લૉકડાઉન (Lockdown In India) આગળ વધારે કે નહીં પરંતુ શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ પર 15 મે સુધી પ્રતિબંધ મૂકવો જોઈએ. અધિકૃત સૂત્રોએ મંગળવારે આ જાણકારી આપી હતી.આ પણ વાંચો, કોરોના વાયરસના ટેસ્ટ માટે પ્રાઇવેટ લૅબ્સ 4500 રૂપિયા ચાર્જ નહીં લઈ શકેઃ સુપ્રીમ કોર્ટ
 
First published: April 8, 2020, 2:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading