Mann Ki Baat: વડાપ્રધાન મોદીએ કહ્યું, આત્મનિર્ભર ભારત માટે સાથે મળીને રમકડા બનાવીએ

મન કી બાતમાં PM મોદીએ કહ્યું કે, કોરોના કાળમાં નાગરિકોમાં પોતાના ફરજો પ્રત્યે સભાનતા છે

મન કી બાતમાં PM મોદીએ કહ્યું કે, કોરોના કાળમાં નાગરિકોમાં પોતાના ફરજો પ્રત્યે સભાનતા છે

  • Share this:
    નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ઓગસ્ટ મહિનાના અંતિમ રવિવાર એટલે કે 30 સપ્ટેમ્બરે ‘મન કી બાત 2.0’ (Mann Ki Baat 2.0)ની 15મી કડીમાં દેશ સાથે મનની વાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ તહેવારોનો સમય છે, પરંતુ તેની સાથે જ કોવિડ-19 (COVID-19) સ્થિતિના કારણે લોકોમાં અનુશાસનની ભાવના પણ છે. આ ઉપરાંત દેશવાસીઓને સંબોધિત કરતાં વડાપ્રધાને મોદીએ કહ્યું કે, કોરોનાના આ આકરા કાળમાં પણ ખેડૂતોએ પોતાનું ખમીર દર્શાવ્યું છે.

    આત્મનિર્ભર ભારત પર ભાર મૂકતાં વડાપ્રધાને જણાવ્યું કે, Global Toy Industryમાં ભારતનો હિસ્સો ખૂબ નાનો છે. હવે તમે વિચારો કે જે રાષ્ટ્રની પાસે આટલી વિરાસત હોય, વિવિધતા હોય, યુવા શક્તિ હોય, શું રમકડા બજારમાં તેની હિસ્સેદારી આટલી ઓછી હોવી જોઈએ. દેશને આત્મનિર્ભર બનાવવા માટે સાથે મળીને રમકડા બનાવીએ.


    વડાપ્રધાને કહ્યું કે, રમકડાની સાથે આપણે બે ચીજો કરી શકીએ છીએ, પોતાના ગૌરવશાળી અતીતને પોતાના જીવનમાં ફરીથી ઉતારી શકીએ છીએ અને પોતાના સ્વર્ણિક ભવિષ્યને પણ મઠારી શકીએ છીએ. હું આપને સ્ટાર્ટઅપ મિત્રોને, આપણા નવા ઉદ્યમીઓને કહું છું કે, Team up for toys... આવો સાથે મળી રમકડા બનાવીએ. આપણા સૌ માટે Local રમકડા માટે Vocal હોવાનો સમય છે.

    PM મોદીએ કહ્યું કે, કોરોના કાળમાં નાગરિકોમાં પોતાના ફરજો પ્રત્યે સભાનતા છે. દરેક પ્રકારના ઉત્સવોમાં લોકો સંયમ રાખી રહ્યા છે. દેશમાં થઈ રહેલા દરેક આયોજનમાં જે રીતનું સંયમ અને સાદગી આ વખતે જોવા મળી તેઓ અભૂતપૂર્વ છે.


    આ પણ વાંચો, Unlock 4: શું નવા ફેરફાર થયા અને શું પહેલાની જેવું જ રહ્યું?

    ગત મહિને પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં લોકોને કોરોના વાયરસ (Coronavirus)થી એકજૂથ થઈને લડવાનું આહવાન કર્યું હતું. બીજી તરફ, તેઓએ આ લડાઈમાં લોકોને એક સાથે મળી લડવાના વખાણ પણ કર્યા હતા.

    આ પણ વાંચો, દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 35 લાખને પાર, કુલ મૃત્યુઆંક 63,498એ પહોંચ્યો

    વડાપ્રધાને દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓના સાજા થવાનો દર અન્ય દેશોની તુલનામાં સારો છે, મૃત્યુદર પણ દુનિયાના વધુ દેશોથી ઘણો ઓછો છે. તેમ છતાંય પીએમ મોદીએ દેશવાસીઓને સચેત કરતાં કહ્યું કે, દેશમાં કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી, તેથી વધુ સતર્કતાની જરૂર છે.
    Published by:Mrunal Bhojak
    First published: