નવી દિલ્હી/લખનઉઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શુક્રવારે આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાનની શરૂઆત કરી. આ અભિયાન રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા માટે સ્થાનિક ઉદ્યોમોને પ્રોત્સાહન આપવા અને ઔદ્યોગિક સંગઠનોની સાથે ભાગીદારી પર કેન્દ્રીત છે. PM મોદીએ શુક્રવાર સવારે આ યોજનાની ડિજિટલ શરૂઆત કરી. આ દરમિયાન તેઓએ ઉત્તર પ્રદેશના 6 જિલ્લાના ગ્રામજનો સાથે વાત કરી. રાજ્યના તમામ જિલ્લાઓના ગામ સહજ સેવા કેન્દ્રો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના માધ્યમથી આ કાર્યક્રમમાં સામેલ થયા. આ દરમિયાન પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે, આપણને ખબર નથી કે કોરાનાથી ક્યારે મુક્તિ મળશે. પરંતુ કોરોનાથી સંક્રમિત થવું ન હોય તો સામાજિક અંતરનું કડક પાલન કરવું પડશે.
વિભિન્ન લાભાર્થીઓ સાથે વાત કર્યા બાદ વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, આપણે સૌએ પોતાના વ્યક્તિગત જીવનમાં અનેક ઉતાર-ચઢાવ જોયા છે. આપણા સામાજિક જીવનમાં પણ, ગામમાં, શહેરમાં, અલગ-અલગ રીતે મુશ્કેલીઓ આવી જ રહે છે. તેની એક દવા આપણને ખબર છે. આ દવા છે ત્રણ ગજનું અંતર. આ દવા છે- મોં ઢાંકવું, ફેસ કવર કે કપડાનો ઉપયોય કરવો. જ્યાં સુધી કોરોનાની વેક્સીન નહીં બને, અમે આ દવાથી તેને રોકી શકાશે.
आज जब दुनिया में कोरोना का इतना बड़ा संकट है, तब उत्तर प्रदेश ने जो साहस दिखाया, जो सूझबूझ दिखाई, जो सफलता पाई, जिस तरह कोरोना से मोर्चा लिया, जिस तरह स्थितियों को संभाला, वो अभूतपूर्व है, प्रशंसनीय है: पीएम मोदी https://t.co/JYxs8XXvWm
એક નિવેદન અનુસાર ઉત્તર પ્રદેશ સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારના કાર્યક્રમોને પરસ્પર જોડવા માટે આત્મનિર્ભર ઉત્તર ભારત રોજગાર યોજના અભિયાનની પરિકલ્પના કરી છે, જેમાં ઉદ્યોગો અને અન્ય સંગઠનોની સાથે પણ ભાગીદારી કરવામાં આવશે. ઉત્તર પ્રદેશની યોગી સરકારનો દાવો છે કે આ યોજના હેઠળ લગભગ સવા કરોડ શ્રમિકોને રોજગાર મળશે.
નોંધનીય છે કે, પીએમ મોદીએ 20 જૂને બિહારથી ગરીબ કલ્યાણ રોજગાર યોજનાની શરૂઆત કરી હતી. તેમાં 6 રાજ્યોના 116 જિલ્લાઓના પ્રવાસી શ્રમિકોને કામ આપવામાં આવશે. શ્રમિકોને 125 દિવસ માટે રોજગાર ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેને મિશન મોડમાં ચલાવવામાં આવશે. તેના મોટ સરકારે 50 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર