PM મોદીના ઇન્ટરવ્યૂ પહેલાથી જ સ્ક્રિપ્ટેડ હોય છે: રાહુલ ગાંધી

ફાઇલ તસવીર

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સિંગાપોરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા સંવાદ કાર્યક્રમને લઇને કટાક્ષ કર્યો છે.

  • Share this:
    કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સિંગાપોરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા સંવાદ કાર્યક્રમને લઇને કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ પીએમ મોદી ઉપર આરોપ લગાવતા કહ્યું હતું કે, મોદીના સાર્વજનિક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલા સવાલ-જવાબ પહેલાથી જ નક્કી હોય છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, આ પહેલા એવા વડાપ્રધાન છે જેમના ઇન્ટરવ્યૂના પ્રશ્નોના જવાબ પહેલાથી જ લખેલા હોય છે.

    રાહુલ ગાંધીએ સિંગાપોરના નાન્યાંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (એનટીયુ)માં મોદીએ આપેલા ઇન્ટરન્યૂ તરફ ઇશારો કર્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાન મોદીને એશિયાની સમસ્યાઓ સાથે સંકળાયેલો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેને અનુવાદકે પહેલાથી જ લખેલા એક પાનાના જવાબને વાંચીને અનુવાદ કર્યો હતો. એટલું જ નહીં અનુવાદકે કેટલાંક આંકડાઓ સાથે જવાબ આપ્યો હતો. જોકે, વડાપ્રધાન મોદીએ આ પોતાના જવાબમાં આ આંકડાઓનો ઉલ્લેખ કર્યો ન્હોતો.



    રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી ઉપર આરોપ લગાવતા કહ્યું હતું કે, વિપક્ષી દળોના અસલી પ્રશ્નોના જવાબ આપવાથી બચે છે. કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ વડાપ્રધાન મોદીને એનટીયુમાં થયેલા ઇન્ટરવ્યૂ ઉપર નિશાન સાધતું ટ્વિટ કર્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ એનટીયુમાં થયેલા વડાપ્રધાન મોદીના કાર્યક્રમના થોડા અંશનો વીડિયો પોસ્ટ કર્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાને જે જવાબ આપ્યો હતો તેના કરતા તેના અનુવાદકે કરેલા અનુવાદનો જવાબ લાંબો હતો.
    Published by:Ankit Patel
    First published: