Home /News /national-international /

પીએમ મોદીએ સામાજિક સંગઠનો સાથે કરી વાત, કહ્યું - ધીરજ સાથે કોરોના વાયરસથી લડી રહ્યો છે દેશ

પીએમ મોદીએ સામાજિક સંગઠનો સાથે કરી વાત, કહ્યું - ધીરજ સાથે કોરોના વાયરસથી લડી રહ્યો છે દેશ

પીએમ મોદીએ સામાજિક સંગઠનો સાથે કરી વાત, કહ્યું - ધીરજ સાથે કોરોના વાયરસથી લડી રહ્યો છે દેશ

પીએમઓ તરફથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મોદી દેશના અલગ-અલગ ભાગમાં ડોક્ટરો, નર્સો, સ્વાસ્થ્ય કર્મચારીઓ અને સ્વચ્છતા કર્મચારીઓને ફોનના માધ્યમથી સંપર્ક કરે છે

    નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)સોમવારે અલગ-અલગ સમાજ કલ્યાણ સંગઠનોના સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી હતી. આ વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું હતું કે આખો દેશ કોરોના વાયરસ(Coronavirus)ની લડાઇમાં સાહસ અને ધીરજ બતાવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે મહાત્મા ગાંધી (Mahatma Gandhi) કહેતા હતા કે ગરીબોની સેવા દેશ સેવાની સૌથી શાનદાર રીત છે. પ્રધાનમંત્રીએ તે સંસ્થાઓની પ્રશંસા કરી હતી જે માનવતાની સેવા કરી રહી છે.

    ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોના વાયરસ સામે ભારતની લડાઇ પર સીધી પ્રતિક્રિયા મેળવવા માટે રોજ 200થી વધારે લોકો સાથે સંવાદ કરે છે. આ જાણકારી પ્રધાનમંત્રી કાર્યાલયે આપી હતી. પીએમઓએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી આ પ્રકારના સંવાદમાં રાજ્યપાલ, મુખ્યમંત્રીઓ અને રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીઓને કરાતા ફોન કોલ સામેલ છે.



    આ પણ વાંચો - કોરોના વાયરસથી લડવા માટે સરકારનો મોટો નિર્ણય, ઓટોમોબાઈલ કંપનીઓ બનાવશે વેન્ટીલેટર્સ

    પીએમઓ તરફથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મોદી દેશના અલગ-અલગ ભાગમાં ડોક્ટરો, નર્સો, સ્વાસ્થ્ય કર્મચારીઓ અને સ્વચ્છતા કર્મચારીઓને ફોનના માધ્યમથી સંપર્ક કરે છે. પીએમ તેમને પ્રોત્સાહિત કરવા અને દેશ-સમાજ પ્રત્યે તેમની સેવા માટે આભાર માનવા માટે ફોન કરે છે.

    પ્રધાનમંત્રી કોરોના વાયરસથી સંક્રમિત લોકો અને તેના પ્રભાવથી બહાર આવી ચૂકેલા લોકો સુધી ટેલિફોનના માધ્યમથી પણ પહોંચ બનાવે છે. જેથી આ સંબંધમાં પ્રગતિ પર વધારે જાણકારી લઈ શકે.

    પીએમઓના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદી દૈનિક આધાર પર બેઠક કરે છે. જેમાં કેબિનેટ સચિવ અને પ્રધાનમંત્રીના પ્રધાન સચિવ દ્વારા તેમને નવી જાણકારી આપવામાં આવે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Coronavirus, COVID-19, નરેન્દ્ર મોદી, પીએમ મોદી

    આગામી સમાચાર