PM મોદીએ સરપંચોને કહ્યું, હવે ડ્રોનથી થશે ગામોનું મેપિંગ, જાણો ખાસ વાતો

PM મોદીએ સરપંચોને કહ્યું, હવે ડ્રોનથી થશે ગામોનું મેપિંગ, જાણો ખાસ વાતો
કોરોના વાયરસ સંક્રમણના કેસ સતત દેશભરમાં વધી રહ્યા છે. આમ તો સરકાર દ્વારા આ સંક્રમણને રોકવાના અનેક પ્રયાસો થઇ રહ્યા છે. પણ તેમ છતાં આ સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે જ સરકારે હવે આ મામલે એક નવી વેબસાઇટ લૉન્ચ કરી છે. જેનું નામ છે 'AarogyaPath'. Covid19 મહામારીને ધ્યાનમાં રાખીને ભારતે એક વેબ આધારીત હેલ્થકેર સપ્લાય ચેન સોલ્યુશન શરૂ કર્યું છે. જેનો ઉદ્દેશ મેન્યુફૈક્ચરર્સ, સપ્લાયર્સ અને ગ્રાહકોને મહત્વપૂર્ણ હેલ્થકેયર સપ્યાયને રિયલ ટાઇમમાં ઉપલબ્ધ કરાવે છે. કાઉન્સિલ ઓફ સાઇએન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રી રિસર્ચ (CSIR)એ આ પોર્ટલને 12 જૂને લૉન્ચ કર્યું છે.

PM મોદીએ લૉન્ચ કરી સ્વામિત્વ યોજના, કહ્યું- કોરોનાએ આપણે આત્મનિર્ભર થવાનો સંદેશ આપ્યો

 • Share this:
  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશભરના સરપંચો સાથે વાતચીત કરી. સરપંચો સાથે સંવાદ શરૂ કરવાની સાથે જ તેઓએ ગ્રામ પંચાયતો સાથે જોડાયેલા એક પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું. આ ઇ-ગ્રામ સ્વરાજ એપ્લિકેશન છે.  PM મોદીએ આ ઉપરાંત સ્વામિત્વ નામની યોજનાનો પણ શુભારંભ કર્યો છે.  સરપંચોને સંબોધતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ કાર્યક્રમના માધ્યમથી તમામ લોકો સુધી એક સંદેશ પહોંચાડવા માંગું છું. કોરોના સંકટે સૌને મોટો પાઠ જે શીખવાડ્યો છે કે આપણે આત્મનિર્ભર બનવું જ પડશે. આત્મનિર્ભર થયા વગર આવા સંકટનો સામનો કરવો મુશ્કેલ છે. નોંધનીય છે કે, 24 એપ્રિલને દેશમાં રાષ્ટ્રીય પંચાયત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ કાર્યક્રમ લૉકડાઉનની સમય અવધિમાં આવ્યો છે.

  PM મોદીએ સરપંચોને કહ્યું, હવે ડ્રોનથી થશે ગામોનું મેપિંગ  - PM મોદીએ સરપંચોને સંબોધિત કરતાં કહ્યું કે, આજે સરકારે સવા લાખથી વધુ પંચાયતોમાં બ્રોડબેન્ડ પહોંચાડ્યું છે. ગામોમાં કોમન સર્વિસ સેન્ટર પહોંચી ચૂક્યા છે. આજે ગામે-ગામ મોબાઇલ પહોંચી ગયા છે.
  - ઇ-ગ્રામ સ્વરાજ તમામ ગ્રામ પંચાયતોના ડિજિટાઇજેશન તરફ ભરવામાં આવેલું પગલું છે. તેનાથી ગ્રામ પંચાયતોમાં પારદર્શિતા વધશે એન રેકોર્ડ રાખવા સરળ થશે.
  - ઈ-ગ્રામ સ્વરાજની સ્વામિતવ યોજનાથી ગામમાં જમીનના વિવાદને પણ ઉકેલી શકાશે. તેના દ્વારા ડ્રોન દ્વારા જમીનનું મેપિંગ કરવામાં આવશે. સ્વામિત્વ યોજનાથી અનેક લાભ થશે.


  કોરોનાએ કામ કરવાની રીત બદલીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણા સૌના કામ કરવાની રીત ઘણી બદલાઈ ગઈ છે. પહેલા આપણે કોઇ કાર્યક્રમને સામ-સામે રહીને કરતા હતા. પરંતુ આજે તે જ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરવો પડી રહ્યો છે. આજે આ કાર્યક્રમમાં જોડોયલા તમામ લોકોનું હું સ્વાગત કરું છું.
  - સરપંચો સાથેના સંવાદ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, તમામ સરપંચ વેબસાઇટ પર જઈને વિજેતા સરપંચો વિશે જાણો કે તેમને કેમ પસંદ કરવામાં આવ્યા એન તેમના આદર્શો પર ચાલવાનો પ્રયાસ કરો.
  - વડાપ્રધાને કહ્યું કે, આ મહમારીએ એક તરફ જ્યાં આપણને નવી મુસીબતોનો સામનો કરાવ્યો છે તો બીજી તરફ આપણને નવી શીખ પણ આપી છે.
  - PM મોદીએ કહ્યું કે, કોરોના સંકટથી આપણે આપણે અનુભવમાં જાણવા મળ્યું કે હવે આપણે આત્મનિર્ભર બનવું જ પડશે. આત્મ નિર્ભર બન્યા વગર આવા સંકટોનો સામનો કરવો મુશ્કેલ થઈ જાય છે.
  - વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, આ કોરોના સંકટે દર્શાવી દીધું છે કે દેશના ગામોમાં રહેતા લોકો, આ દરમિયાન તેઓએ પોતાના સંસ્કારો, પોતાની પરંપરાઓની શિક્ષાના દર્શન કરાવ્યા છે. ગામથી જે અપડેટ આવી રહ્યા છે તે મોટા-મોટા વિદ્વાનો માટે પણ પ્રેરણા આપનારા છે.


  આ પણ વાંચો, કોરોનાઃ ભાડા માટે દબાણ કરનારા મકાન માલિકોને થઈ શકે છે 2 વર્ષની જેલ

  આ અગાઉ, વડાપ્રધાન કાર્યાલય દ્વારા કરવામાં આવેાલ ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સમગ્ર દેશના સરપંચો સાથે વાતચીત કરશે. તમામ સરપંચ ડીડીના માધ્યમથી પોતાના ઘરોથી તેમાં સામેલ થશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે.

  આ પણ વાંચો, મોદી કેબિનેટે 15 હજાર કરોડ રૂપિયાના COVID-19 ઇમરજન્સી પેકેજને મંજૂરી આપી
  Published by:News18 Gujarati
  First published:April 24, 2020, 11:13 am

  ટૉપ ન્યૂઝ