Home /News /national-international /હિમાચલ પ્રદેશ: બિલાસપુરમાં AIIMSનું ઉદ્ધાટન, પીએમ મોદીએ કહ્યું- સ્વાસ્થ્ય અને શિક્ષણની ડબલ ગિફ્ટ મળી

હિમાચલ પ્રદેશ: બિલાસપુરમાં AIIMSનું ઉદ્ધાટન, પીએમ મોદીએ કહ્યું- સ્વાસ્થ્ય અને શિક્ષણની ડબલ ગિફ્ટ મળી

બિલાસપુરમાં પીએમ મોદીએ એઈમ્સનું ઉદ્ધાટન કર્યું (ANI)

દશેરાના અવસર પર વિલાસપુર એઈમ્સ સહિત કેટલાય પ્રોજેક્ટની ભેટ આપવા માટે પીએમ મોદી હિમાચલ પ્રદેશના પ્રવાસે છે. હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં આવેલ એઈમ્સનું ઉદ્ધાટન કર્યું અને કેટલાય પ્રોજેક્ટની આધારશીલા રાખી હતી.

    શિમલા: વિજયા દશમી એટલે કે, દશેરાના અવસર પર વિલાસપુર એઈમ્સ સહિત કેટલાય પ્રોજેક્ટની ભેટ આપવા માટે પીએમ મોદી હિમાચલ પ્રદેશના પ્રવાસે છે. હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં આવેલ એઈમ્સનું ઉદ્ધાટન કર્યું અને કેટલાય પ્રોજેક્ટની આધારશીલા રાખી હતી. આ બાદમાં પીએમ મોદીએ એક જાહેરસભાને સંબોધન પણ કર્યું હતું. તેમણે કહ્યું કે, આજે દશેરાના અવસર પર માતા નૈના દેવીના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને આપ બધાને એઈમ્સ મળવા બદલ શુભકામના.

    પીએમ મોદીએ કહ્યું કે, આજે બિલાસપુરને સ્વાસ્થ્ય અને શિક્ષણની ડબલ ગિફ્ટ મળી છે. હિમાચલ પ્રદેશમાં જે પણ વિકાસ થઈ રહ્યા છે, તે તમે કર્યા છે મેં નહીં, જો આપ દિલ્હીમં ફક્ત મોદીજીને આશીર્વાદ આપો અને હિમાચલમાં મોદીજીના સાથીઓને સાથ નથી આપતા તો આ લોડો અડંગો લગાવી દે છે અને ઝડપથી કામ થતા નથી.દિલ્હીની યોજનાને અહીંથી રોકી દેવામાં આવે છે. જો આ એઈમ્સ બન્યું છે, તો આપના એક મતની કિંમતથી. જો ટનલ બની છે, તો આપના એક વોટની કિંમતથી. મેડિકલ ડિવાઈસ પાર્ક બન્યો છે, તો આપના એક વોટની તાકાતથી. આ જ કારણ છે કે, હું વિકાસના કામ કરતો રહું છું.

    આ પણ વાંચો: પીએમ મોદીને મળેલી ભેટની હરાજી: કાશી વિશ્વનાથ મંદિર મૉડલની લાગી સૌથી વધારે બોલી

    તેમણે આગળ કહ્યું કે, દેશ જૂની વિચારધાર છોડીને હવે આધુનિક વિચાર સાથે આગળ વધી રહ્યો છે. આજે હિમાચલ પ્રદેશમાં સેન્ટ્રલ યુનિવર્સિટી પણ, આઈઆઈટી પણ, આઈઆઈએમ જવી પ્રતિષ્ઠિત સંસ્થા છે. અને હવે એઈમ્સ પણ છે. આનાથી હિમાચલ અને બિલાસપુરની જનતાની શાન વધશે. બિલાસપુર એઈમ્સ વધુ એક પરિવર્તનનું પ્રતિક છે. તે ગ્રીન એઈમ્સના નામથી ઓળખાશે. પહેલા સરકારો શિલાન્યાસનો પથ્થર લગાવતી હતી અને ચૂંટણી બાદ ભૂલી જતાં હતાં.


    હિમાચલના સીએમ અને જેપી નડ્ડાએ શું કહ્યું


    પીએમ મોદીના સંબંધોન પહેલા બિલાસપુરમાં હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુરે કહ્યું કે, પહેલા એઈમ્સનો અર્થ દિલ્હી જવાનું થતું હતું. પણ પીએમ મોદીએ હિમાચલની જનતાનું દુ:ખ જોયું અને એઈમ્સ બિલાસપુર લઈ આવ્યા. આ આપણને કાયમ યાદ અપાવશે કે, કોના નેતૃત્વમાં આપણને તાકાત મળી. તો વળી જેપી નડ્ડાએ કહ્યું કે, આજે વિજયાદશમીના દિવસે પીએમ મોદી હિમાચલ પ્રદેશને એક નહીં પણ કેટલીય યોજનાઓ આપી રહ્યા છે. આજના દિવસે તમામ ભાઈ-બહેનો તરફથી પીએમ મોદીનું સ્વાગત કરું છું. ક્યારેય હિમાચલની જનતાએ વિચાર્યુ હતું કે, બિલાસપુરમાં એઈમ્સ ખુલશે ? 3 ઓક્ટોબર 2017માં પ્રધાનમંત્રીજીએ બિલાસપુર એઈમ્સનો શિલાન્યાસ કર્યો હતો અને આજે 5 ઓક્ટોબર 2022ના રોજ બિલાસપુર એઈમ્સ જનતાન સમર્પિત કરી રહ્યા છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Himachal News, PM Modi speech

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन