Home /News /national-international /જાપાનના પીએમ પહોંચ્યા નવી દિલ્હી, આગામી 5 વર્ષમાં ભારતમાં કરશે 42 બિલિયન ડોલરનું રોકાણ

જાપાનના પીએમ પહોંચ્યા નવી દિલ્હી, આગામી 5 વર્ષમાં ભારતમાં કરશે 42 બિલિયન ડોલરનું રોકાણ

જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો ફિશિદા (PM Fumio Kishida)બે દિવસીય યાત્રા પર શનિવારે નવી દિલ્હી પહોંચ્યા

PM Fumio Kishida - જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો ફિશિદા 19-20 માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિમંત્રણ પર ભારતના પ્રવાસે આવ્યા છે

નવી દિલ્હી : જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો ફિશિદા (PM Fumio Kishida)બે દિવસીય યાત્રા પર શનિવારે નવી દિલ્હી પહોંચ્યા છે. ભારત સરકાર (Government of India)તરફથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એરપોર્ટ પર આગેવાની કરી હતી. જાપાની મીડિયાના મતે પોતાની ભારત યાત્રા દરમિયાન પીએમ ફુમિયો ફિશિદા (Fumio Kishida)આગામી પાંચ વર્ષોમાં ભારતમાં લગભગ 42 બિલિયન ડોલરના રોકાણની યોજનાની જાહેરાત કરવાના છે.

આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)સાથે પોતાની બેઠક દરમિયાન પીએમ ફુમિયો લગભગ 300 બિલિયન યેનના કર્જ માટે સહમતિ આપશે. આ સિવાય કાર્બન કટૌતી સંબંધિત એક ઉર્જા સહયોગ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાની આશા છે.

જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો ફિશિદા 19-20 માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિમંત્રણ પર ભારતના પ્રવાસે આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જાપાનના પીએમ ફુમિયો ફિશિદા 14માં ભારત-જાપાન શિખર બેઠકમાં ભાગ લેશે.

આ શિખર બેઠકમાં બન્ને પક્ષોના દ્વિપક્ષીય સંબંધોના વિવિધ આયમોની સમીક્ષા કરવા અને તેને આગળ વધવાના રસ્તા પર વિચાર કરવાની તક મળશે. બેઠક દરમિયાન બન્ને નેતા સંયુક્ત હિતો સાથે જોડાયેલ ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય વિષયો પર વિચારોનું આદાન પ્રદાન કરશે.

આ પણ વાંચો - ઓમિક્રોનના સબ વેરિએન્ટથી દુનિયામાં ડર, શું ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર? જાણો એક્સપર્ટ્સનો મત

યુક્રેનની સ્થિતિ ઉપર પણ ચર્ચા સંભવ

બન્ને નેતાઓ યુક્રેનની સ્થિતિ પર વિચાર-વિમર્શ કરે તેવી આશા છે. યુક્રેન અને રશિયાનું યુદ્ધ 22માં દિવસમાં પ્રવેશ કરી ગયું છે અને રશિયા યુક્રેનના શહેરો પર કબજા કરવા માટે બધા પ્રયત્નો કરી રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે યુક્રેનની તટસ્થ સ્થિતિ પર ચર્ચા કરવા માટે તૈયાર છે પણ મોસ્કો હજુ પણ પોતાના સૈન્ય અભિયાનના લક્ષ્યોને પ્રાપ્ત કરશે.

શિખર સંમેલન બન્ને પક્ષોને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરવા અને મજબૂત કરવાની સાથે-સાથે પારસ્પરિક હિતના ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દા પર વિચાર શેર કરવાનો અવસર પ્રદાન કરશે. જેથી હિન્દ-પ્રશાંત અને તેની બહાર શાંતિ સ્થિરતા અને સમૃદ્ધિ માટે ભાગીદારીને આગળ વધારી શકાય.

બન્ને નેતાઓની આ પ્રથમ મુલાકાત છે. આ પહેલા શિખર સંમેલન ઓક્ટોબર 2018માં ટોક્યોમાં થયું હતું. વિશેષ સામરિક અમે વૈશ્વિક ભાગીદારના દાયરામાં ભારત અને જાપાન વચ્ચે બહુઆયામી સહયોગ છે.
First published:

Tags: જાપાન, પીએમ મોદી