નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પોતાના દમદાર ભાષણો માટે જાણીતા છે. ‘મન કી બાત’ (Mann Ki Baat) હોય કે પછી બીજો કાર્યક્રમ હોય, પીએમ મોદી લગભગ દરરોજ ભાષણ ચોક્કસ આપે છે. બીજેપીની રેલીઓ (BJP Rallies) અને ચૂંટણી જાહેરસભાઓમાં (Election Campaign) વડાપ્રધાન મોદીને સાંભળવા માટે ભીડ ઉમટી પડે છે. પોતાના સંબોધનમાં વડાપ્રધાન જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કરે છે અને અનોખા અંદાજમાં વિપક્ષ પર હુમલાઓ કરીને વળતા જવાબ આપે છે તેનાથી મનમાં સવાલ ઉઠે છે કે વડાપ્રધાનના આ ભાષણ કોણ લખે છે. શું પીએમ મોદી જાતે તેને લખે છે કે કોઈ અન્ય તૈયાર કરે છે? ભાષણ લખનારી ટીમમાં કોણ-કોણ છે? તેમને કેટલા રૂપિયા મળે છે?
માહિતી અધિકાર કાયદા (RTI) હેઠળ વડાપ્રધાન કાર્યાલય પાસેથી તેના વિશે જાણકારી માંગવામાં આવી હતી. આવો જાણીએ પીએમ મોદીની સ્પીચને લઈ વડાપ્રધાન કાર્યાલયે શું જવાબ આપ્યા...
પીએમ મોદી જાતે જ કરે છે ફાઇનલ એડિટિંગ
મૂળે, અંગ્રેજી વેબસાઇટ 'ઈન્ડિયા ટુડે' મુજબ, પીએમ મોદીના ભાષણો વિશે જાણકારી મેળવવા માટે PMOમાં આરટીઆઇ હેઠળ અરજી કરવામાં આવી હતી. તેના જવાબમાં વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે, પીએમ પોતાના ભાષણોને અંતિમ રૂપ જાતે આપે છે. જે પ્રકારની ઇવેન્ટ હોય છે, તે મુજબ જ પીએમને અલગ-અલગ વ્યક્તિઓ, અધિકારીઓ, વિભાગો, એકમો, સંગઠનો વિશેની જાણકારી આપવામાં આવે છે. આ જાણકારીના આધાર પર અંતિમ રૂપથી ભાષણ પીએમ જાતે તૈયાર કરે છે.
વડાપ્રધાન કાર્યાલયને પૂછવામાં આવ્યું હતું કે શું વડાપ્રધાનના ભાષણ લખવા માટે કોઈ ટીમ છે? જો હા તો તેમાં કેટલા સભ્ય છે? તેમને કેટલું પેમેન્ટ કરવામાં આવે છે? જોકે, PMOએ આ સવાલોના જવાબ ન આપ્યા.
મોદીએ 2014ની લોકસભા ચૂંટણીમાં બીજેપીને અપાવી હતી પ્રચંડ જીત
નરેન્દ્ર મોદીએ 2014ની લોકસભા ચૂંટણીમાં બીજેપીને પ્રચંડ જીત અપાવી હતી. બીજેપીએ મોદીને ચહેરો બનાવીને લોકસભાની ચૂંટણી લડી હતી. પ્રચાર દરમિયાન મોદીએ ધુંઆધાર સભાઓ કરી. તેમનના પ્રચારની આક્રમક શૈલીએ કૉંગ્રેસને બેકફુટ પર લાવી દીધી. બાળકોથી લઈને વૃદ્ધ માત્ર મોદીનું જ નામ લઈ રહ્યા હતા.
નરેન્દ્ર મોદીની સૌથી મોટી અને અસાધારણ વાત તેમની ભાષણ કળા છે અને તેઓ પોતાની આ કળાથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવાનું જાણે છે. વિકાસ અને અન્ય મુદ્દાઓ પર તેઓ જેટલી સ્પષ્ટતા અને પ્રભાવી રીતે પોતાની વાત રજૂ કરે છે, કોઈ તૈયારી વગર પણ તેમના ભાષણ પ લોકોને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે. તેમની વિશેષતા છે કે પોતાની વાક શૈલીથી કોઈ પણ પ્રકારના શ્રોતા વર્ગને પોતાનો સંબંધ સાધી લે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર