નવી દિલ્હીઃ સમગ્ર ગુજરાત આજે વિક્રમ સંવતના નવ વર્ષનું ઉમળકાભેર સ્વાગત કરી રહ્યું છે. અગત્યની વાત એ છે કે આજે જ ભાઈ બીજની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાતી નવા વર્ષ (Gujarati New Year) અને ભાઈ બીજ (Bhai Beej)ના પાવન પ્રસંગે લોકોને શુભકામનાઓ પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં ટ્વીટ કરીને ગુજરાતના ભાઈ-બહેનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટરના માધ્યમથી નવા વર્ષની શુભકામનાઓ પાઠવા લખ્યું કે, નૂતન વર્ષાભિનંદન.....સૌ ગુજરાતી બહેનો-ભાઈઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ. આપ સર્વને નવા વર્ષે સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખ પ્રાપ્ત હો એવી મારી અંતરની મનોકામનાઓ...આવો, સૌ સાથે મળી સંકલ્પ કરીએ, નૂતનવર્ષ હો નવપ્રયાણનું, નવપ્રયાસનું, નવભારતના નવનિર્માણનું....સાલમુબારક....
નૂતન વર્ષાભિનંદન.....
સૌ ગુજરાતી બહેનો-ભાઈઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ. આપ સર્વને નવા વર્ષે સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખ પ્રાપ્ત હો એવી મારી અંતરની મનોકામનાઓ...આવો, સૌ સાથે મળી સંકલ્પ કરીએ, નૂતનવર્ષ હો નવપ્રયાણનું, નવપ્રયાસનું, નવભારતના નવનિર્માણનું....સાલમુબારક.....
પીએમ નરેન્દ્ર મોદીએ આ ઉપરાંત ભાઈ બીજના પાવન પ્રસંગને લઈને પણ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. તેઓએ ટ્વીટ કરીને લખ્યું કે, ભાઈ બીજના પાવન અવસર પર આપ સૌને. ખૂબ-ખૂબ શુભકામનાઓ.
भाई दूज के पावन अवसर पर आप सभी को बहुत-बहुत शुभकामनाएं।
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહ મંત્રી અમિત શાહે પણ ગુજરાતી નવા વર્ષ અને ભાઈ બીજની શુભકામનાઓ પાઠવી છે. અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું કે, સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ; આવનારૂ નવું વર્ષ આપ સૌના જીવનમાં હર્ષ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા...! નૂતન વર્ષાભિનંદન!
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર