ગુજરાત કેડરના પૂર્વ IAS અધિકારી અને PM મોદીના વિશ્વાસુ એ.કે. શર્મા BJPમાં જોડાયા, UPમાં મળી શકે છે મોટી જવાબદારી

ગુજરાત કેડરના પૂર્વ IAS અધિકારી અને PM મોદીના વિશ્વાસુ એ.કે. શર્મા BJPમાં જોડાયા, UPમાં મળી શકે છે મોટી જવાબદારી
અરવિંદ કુમાર શર્માએ વર્ષ 2001થી 2013 સુધી ગુજરાતમાં અનેક સરકારી પદો પર કામ કર્યું, ઉત્તર પ્રદેશમાં લડી શકે છે ચૂંટણી

અરવિંદ કુમાર શર્માએ વર્ષ 2001થી 2013 સુધી ગુજરાતમાં અનેક સરકારી પદો પર કામ કર્યું, ઉત્તર પ્રદેશમાં લડી શકે છે ચૂંટણી

 • Share this:
  નવી દિલ્હીઃ ગુજરાત કેડર (Gujarat Cadre)ના પૂર્વ આઇએએસ અધિકારી અરવિંદ કુમાર શર્મા (Arvind Kumar Sharma)એ રાજકારણના મેદાનમાં પોતાની નવી ઇનિંગની શરૂઆત કરવાનો નિર્ણય કરી લીધો છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે એ.કે. શર્માને બીજેપી વિધાન પરિષદ (Legislative Assembly elections)ની ચૂંટણીમાં મેદાનમાં ઉતારી શકે છે. ચૂંટણી જીત્યા બાદ તેમને સરકારમાં કોઈ અગત્યનું પદ મળવાની અટકળો છે.

  શર્મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ના અતિ વિશ્વસનીય અધિકારીઓ પૈકીના એક રહ્યા છે. ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાના રહેવાસી અરવિંદ કુમાર શર્મા 2022માં નિવૃત્ત થવાના હતા, પરંતુ તેઓએ અચાનક સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ લઈને સૌને ચોંકાવી દીધા હતા.  આ પણ વાંચો, કેવી રીતે બન્યો હતો રામ સેતુ? તમામ રહસ્ય આવશે બહાર, પાણીની નીચે થશે રિસર્ચ

  પ્રશાસનિક સેવાથી સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ લેનારા ગુજરાત કેડરના પૂર્વ આઇએએસ અધિકારી અરવિંદ કુમાર શર્મા બીજેપી સાથે જોડાઈ ગયા છે. ઉત્તર પ્રદેશ બીજેપીના પ્રદેશ સચિવ અને પ્રવક્તા ચંદ્રમોહને જણાવ્યું કે પૂર્વ આઇએએસ અધિકારી અરવિંદ કુમાર શર્માએ ગુરુવારે પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કરી લીધું છે. નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશની 12મી વિધાન પરિષદ સીટો માટે 28 જાન્યુઆરીએ મતદાન થવાનું છે અને નોમિનેશન દાખલ કરવાની છેલ્લી તારીખ 18 જાન્યુઆરી છે. બીજેપીએ અત્યાર સુધી પોતાના ઉમેદવારોની જાહેરાત નથી કરી. બીજી તરફ, સમાજવાદી પાર્ટી બુધવારે પોતાના બે ઉમેદવારોની ઘોષણા કરી ચૂકી છે.

  આ પણ વાંચો, ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ ચાલશે મહાભિયોગ, બંને ગૃહોમાં બીજી વાર પ્રસ્તાવ પાસ

  અરવિંદ કુમાર શર્મા 1988 બેચના ગુજરાત કેડરના આઇએએસ અધિકારી છે. શર્માએ વર્ષ 2001થી 2013 સુધી ગુજરાતમાં અનેક સરકારી પદો પર કામ કર્યું છે. નોંધનીય છે કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ જ્યારે દિલ્હી આવ્યા તો અરવિંદ કુમાર શર્મા પણ તેમની સાથે PMOમાં આવી ગયા હતા. તેઓ વડાપ્રધાન કાર્યાલયમાં એડિશનલ સેક્રેટરીના પદ પર સેવા આપી હતા.
  Published by:Mrunal Bhojak
  First published:January 14, 2021, 14:58 pm

  ટૉપ ન્યૂઝ