Lockdown 2.0: PM મોદીએ કહ્યું કે જરુર ડાઉનલોડ કરો Aarogya Setu App,જાણો કેવી રીતે કરે છે કામ

Lockdown 2.0: PM મોદીએ કહ્યું કે જરુર ડાઉનલોડ કરો Aarogya Setu App,જાણો કેવી રીતે કરે છે કામ
તમને જણાવી દઇએ કે ભારત સરકારે કોરોના વાયરસ સંક્રમણને નિયંત્રિત કરવા માટે આરોગ્ય સેતુ એપ (Arogya Setu) લોન્ચ કર્યું હતું. જેને ભારતમાં સારો રિસ્પૉન્સ પણ મળ્યો છે. અને કરોડોની સંખ્યામાં લોકો આ એપનો ઉપયોગ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે પણ તમામ સરકારી કર્મચારીઓને આ એપ ડાઉનલોડ કરવાનું ફરજીયાત કર્યું છે.

PMએ પોતાની 7 મોટી વાતોમાં આરોગ્ચ સેતુ એપનો પણ ઉલ્લેખ કર્યો છે

  • Share this:
    નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( PM Narendra Modi)એ મંગળવારે કોરોના વાયરસના કારણે ચાલી રહેલા લોકડાઉનને 3 મે સુધી વધારી દીધું છે. PMએ પોતાની 7 મોટી વાતોમાં આરોગ્ચ સેતુ એપનો પણ ઉલ્લેખ કર્યો છે. 7 વાતોમાંથી પ્રધાનમંત્રીએ ચોથી જરુરી વાતમાં કહ્યું કે કોરોના સંક્રમણના ફેલાવાને રોકવામાં મદદ કરે એવી આરોગ્ય સેતુ મોબાઈલ એપ જરુરથી ડાઉનલોડ કરો. સાથે બીજાને પણ આ એપને ડાઉનલોડ કરવા માટે પ્રેરિત કરો. આવો જાણીએ Aarogya Setu એપની ખાસિયતો અને તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકશો.

    શું છે Aarogya Setu App



    આ એપમાં GPS સિસ્ટમ અને બ્લૂટૂથથી કોરોના વાયરસના સંક્રમણ સંબંધિત મામલાની માહિતી મળી રહે તેની સુવિધા છે. આજે દરેક સ્માર્ટફોનમાં GPS સિસ્ટમ અને બ્લૂટૂથ સિસ્ટમ હોય છે. કેન્દ્ર સરકાર સ્માર્ટફોનની સુવિધાનો ઉપયોગ કરીને એ જાણકારી મેળવી શકે છે કે શું કોઈ વ્યક્તિ COVID-19 દર્દીની નજીક રહી રહ્યો છે.

    આ પણ વાંચો - સરકાર 80 કરોડ લોકોને 3 મહિના સુધી મફતમાં રાશન આપશે : ગૃહ મંત્રાલય

    એપને ફોનમાં આવી રીતે કરો ડાઉનલોડ

    - આ એપને એન્ડ્રોઈડ અને આઈફોન બંને સ્માર્ટફોન પર ડાઉનલોડ કરી શકાય છે. ડાઉનલોડ કરવા માટે તેમાં 'AarogyaSetu'ટાઇપ કરો.
    - આ એપ્લિકેશન 11 ભાષામાં સપોર્ટ કરે છે, તો તમારા હિસાબે કોઈપણ ભાષા સિલેક્ટ કરી લો.
    - ઇન્ફોર્મેશન પેજને ધ્યાનથી વાંચ્યા પછી 'Register Now'બટન પર ટેપ કરો.
    - આરોગ્ય સેતુ એપને બ્લૂટૂથ, જીપીએસ ડેટાની જરુર પડશે. એપને કામ કરવા માટે તેને Allow કરી દો. આરોગ્ય સેતુ કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે તમારા મોબાઈલ નંબર, બ્લૂટૂથ અને લોકેશન ડેટાનો ઉપયોગ કરે છે અને માહિતી મેળવે છે કે શું કોઈ વ્યક્તિ COVID-19ના જોખમની નજીક છે કે નહીં.
    - હવે પોતાના મોબાઈલ નંબરને રજિસ્ટર કરો અને OTP દ્વારા તેને વેરિફાઇ કરો.
    - એપ ગ્રીન અને યલ્લો કલરના કોડમાં તમને જોખમના સ્તરને બતાવે છે. એ સલાહ પણ આપે છે કે તમારે શું કરવાનું છે. જો તમને ગ્રીનમાં બતાવે તો તમને બતાવે છે કે તમે સુરક્ષિત છો અને કોઈ ખતરો નથી.
    - જો તમને યલ્લો કલરમાં બતાવે તો અને ટેક્સ્ટ બતાવે કે તમને વધારે જોખમ છે તો તમારે હેલ્પલાઇનથી સંપર્ક કરવો જોઈએ. એપમાં એક ચેટબોટ સામેલ છે, જે કોરોના વાયરસ પર તમારા મૂળ પ્રશ્નોના જવાબ આપે છે અને એ નિર્ધારિત કરે છે કે તમારામાં લક્ષણ છે કે નહીં. આ ભારતમાં દરેક રાજ્યનો હેલ્પલાઇન નંબર પણ આપે છે.
    Published by:News18 Gujarati
    First published:April 14, 2020, 18:16 pm

    ટૉપ ન્યૂઝ