Home /News /national-international /Corona: લૉકડાઉનના નિયમો વધુ કડક થશે, 20 એપ્રિલથી મળશે શરતી છૂટ

Corona: લૉકડાઉનના નિયમો વધુ કડક થશે, 20 એપ્રિલથી મળશે શરતી છૂટ

દેશના 730 જિલ્લાની 29 ટકા વિસ્તારને હોટસ્પોટ કહેવામાં આવ્યા છે. દેશની 1.21 બિલયન વસ્તીમાં 453 મિલિયન લોકો હવે હોટસ્પોટમાં જઇ ચૂક્યા છે. આ વિસ્તારોને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. અહીં તંત્ર અને પોલીસ દ્વારા ગહન તપાસ કરવામાં આવી છે. અને બહાર નીકાળવામાં પરવાનગી નથી આપવામાં આવી.

સમગ્ર નિષ્ઠાની સાથે 3 મે સુધી લૉકડાઉનના નિયમોનું પાલન કરો, જ્યાં છો ત્યાં રહો. સુરક્ષિત રહોઃ પીએમ મોદી

    નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ મંગળવારે કોરોના વાયરસ (Coronavirus) પર ફરી એકવાર દેશને સંબોધિત કર્યું. પીએમ મોદીએ આ દરમિયાન જાહેરાત કરતાં આજ રાતથી ખતમ થઈ રહેલા લૉકડાઉન (Lockdown)ને 3 મે સુધી લંબાવી દીધું છે. તેની સાથે જ પીએમ મોદીએ કહ્યું કે લૉકડાઉનનું જ્યાં ઉલ્લંઘન થઈ રહ્યું છે ત્યાં વધુ કડક નિયમો લાગુ કરવામાં આવશે. નિયમોને વધુ કડક બનાવતાં લૉકડાઉનને તોડનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતાં કહ્યું કે, સમગ્ર નિષ્ઠાની સાથે 3 મે સુધી લૉકડાઉનના નિયમોનું પાલન કરો, જ્યાં છો ત્યાં રહો. સુરક્ષિત રહો, ‘વયં રાષ્ટ્રે જાગૃયામ.’ આપણે સૌ રાષ્ટ્રને જીવંત અને જાગૃત રાખીશું. નોંધનીય છે કે, 24 માર્ચે દેશમાં 21 દિવસ માટે લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.


    '20 એપ્રિલ બાદ શરતી છૂટ મળશે'

    વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, આગામી એક સપ્તાહમાં કોરોના સામેની લડાઈમાં વધુ આકરા નિર્ણય લેવામાં આવશે. 20 એપ્રિલ સુધી દેરક પોલીસ સ્ટેશન, દરેક રાજ્યનું ઝીણવટાપૂર્વક નિરીક્ષણ કરવામાં આવશે. લૉકડાઉનનનું કેટલું પાલન થઈ રહ્યું છે? તેનું મૂલ્યાંકન કરવામાં આવશે. જે સફળ હશે, જે HotSpot નહીં વધવા દે, ત્યાં 20 એપ્રિલથી કેટલીક જરૂરી બાબતોમાં છૂટની મંજૂકરી આપવામાં આવી શકે છે. પરંતુ યાદ રહે આ મંજૂરી શરતી હશે. લૉકડાઉનના નિયમ જો તૂટશે તો તમામ મંજૂરી પરત લઈ લેવામાં આવશે.

    આ પણ વાંચો, લૉકડાઉન 3 મે સુધી ચાલુ રહેશે, જાણો PM મોદીના સંબોધનની ખાસ વાતો

    આ અગાઉ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, તમામ તરફથી ભલામણો આવી છે કે લૉકડાઉનને લંબાવવામાં આવે. તમામની ભલામણોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે લૉકડાઉનને 3 મે સુધી લંબાવવામાં આવે છે. તમામ લોકો અનુશાસનની સાથે ઘરમાં રહે.

    આ પણ વાંચો, Corona: સીનિયર સિટીઝન માટે સરકારે જાહેર કરી એડવાઇઝરી, આ બાબતોનું રાખો ધ્યાન
    " isDesktop="true" id="974099" >
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Coronavirus, COVID-19, Lockdown, Pandemic, StayHome, ભારત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन