નવી શિક્ષણ નીતિમાં દરેક સ્ટુડન્ટને મળશે પોતાને સાબિત કરવાની તકઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

News18 Gujarati
Updated: August 7, 2020, 12:06 PM IST
નવી શિક્ષણ નીતિમાં દરેક સ્ટુડન્ટને મળશે પોતાને સાબિત કરવાની તકઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બાળકોમાં શીખવાની ધગશ વધે તેને ધ્યાને લઈ સ્થાનિક ભાષા પર ફોકસ

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બાળકોમાં શીખવાની ધગશ વધે તેને ધ્યાને લઈ સ્થાનિક ભાષા પર ફોકસ

  • Share this:
નવી દિલ્હીઃ દેશમાં નવી શિક્ષણ નીતિ (New Education Policy)ની જાહેરાત થયા બાદ માનવ સંસાધન વિકાસ મંત્રાલય (Ministry of Human Resource Development) અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમીશન (University Grants Commission) તરફથી આયોજિત કૉન્કલેવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ નવી શિક્ષણ નીતિ પર પોતાની વાત રજૂ કરી. 34 વર્ષ બાદ બદલવામાં આવેલી નવી શિક્ષણ નીતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભવિષ્યનું શિક્ષણ, રિસર્ચ જેવા મામલાઓ પર ચર્ચા કરી.

વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, નવી શિક્ષણ નીતિ માત્ર કાગળ પર નહીં યોગ્ય રીતે અમલી બનશે. તેઓએ સ્થાનિક ભાષામાં ધોરણ-5 સુધીનું શિક્ષણ ફરજિયાત બનાવવા અંગે જણાવ્યું કે, બાળકોમાં શીખવાની ધગશ વધે તેને ધ્યાને લઈ સ્થાનિક ભાષા પર ફોકસ કરવામાં આવ્યું છે. નવી શિક્ષણ નીતિમાં દરેક સ્ટુડન્ટને મળશે પોતાને સાબિત કરવાની તક મળશે.

આ પણ વાંચો, દારૂ ભરેલી ટ્રક પલટી તો પોલીસની હાજરીમાં જ લોકો બોટલો લૂંટીને ભાગ્યા, જુઓ Video

'હવે ક્રિએટિવ શિક્ષણને તક મળશે'

વડાપ્રધાને કહ્યું કે, આજ જ્યારે નર્સરીના બાળકો પણ નવી ટેકનીક વિશે ભણશે તો તેને ભવિષ્ય’ની તૈયારી કરવામાં સરળતા રહેશે. અનેક દશકોથી શિક્ષણ નીતિમાં ફેરફાર નહોતો થયો, તેથી સમાજમાં ઘેટાચાલને પ્રોત્સાહન મળી રહ્યું હતું. ક્યારેક ડૉક્ટર-એન્જિનિયર-વકીલ બનવાની હોડ લાગી ગઈ હતી. હવે યુવા ક્રિએટિવ વિચારોને આગળ વધારી શકશે. હવે માત્ર અભ્યાસ જ નહીં પરંતુ વર્કિંગ કલ્ચરને ડેવલપ કરવામાં આવી રહ્યું છે.

‘શિક્ષણ નીતિમાં દેશના લક્ષ્યોનું ધ્યાન રાખવું જરૂરી’

પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે, હવે નવી શિક્ષણ નીતિને જમીન પર ઉતારવા માટે પણ જે કંઈ પણ કરવાનું હશે તે જલદીથી કરવામાં આવશે. વડાપ્રધાને કહ્યું કે, આપ સૌએ તેને લાગુ કરવામાં જે પણ મદદ જોઈએ, હું આપની સાથે છું. શિક્ષણ નીતિમાં દેશના લક્ષ્યોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી ભવિષ્ય માટેની પેઢીઓેન તૈયાર કરી શકાય. આ નીતિ નવા ભારતનો પાયો ઘડશે. પીએમ મોદીએ કહ્યું કે ભારતને તાકાતવાન બનાવવા માટે નાગરિકોને સશક્ત બનાવવા માટે સારું શિક્ષણ જરૂરી છે.

આ પણ વાંચો, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ટિકટૉક પર પ્રતિબંધ લગાવ્યો, કહ્યું- તેનાથી દેશની સુરક્ષા પર ખતરો

‘ઘરમાં બોલાતી બોલી અને શિક્ષણની ભાષા એક જ હોવી જોઈએ’

વડાપ્રધાને કહ્યું કે, બાળકોના ઘરની બોલી અને સ્કૂલમાં શીખવાની ભાષા એક જ હોવી જોઈએ, જેથી બાળકોને શીખવામાં સરળતા રહે. હાલ ધોરણ-5 સુધી બાળકોને આ સુવિધા મળશે. અત્યાર સુધીની શિક્ષણ નીતિ What to Think ની સાથે આગળ વધી રહી હતી. હવે અમે લોકોએ How to Think પર ભાર મૂકીશું. આજે બાળકોને એવી તક મળવી જોઈએ કે બાળક પોતાનો કોર્સને ફોકસ કરે, જો મન ન લાગે તો કોર્સને વચ્ચે છોડી પણ શકે. હવે સ્ટુડન્ટ્સ ગમે ત્યારે કોર્સને છોડી શકશે અને જોડાઈ શકશે.
Published by: Mrunal Bhojak
First published: August 7, 2020, 11:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading