'મન કી બાત'માં PM મોદીએ કહ્યુ, નવા કૃષિ કાયદાથી ખેડૂતોને અનેક અધિકાર મળ્યા

ફાઇલ તસવીર

Mann Ki Baat: PM નરેન્દ્ર મોદીએ આપી ખુશખબરી, કેનેડાથી પરત આવશે અન્નપૂર્ણાની પ્રતિમા

 • Share this:
  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત (Mann Ki Baat)ના માધ્યમથી દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીએ મન કી બાતની શરૂઆત કરતાં કહ્યું કે, ભારતના લોકોને એક ખુશખબરી આપવા માંગું છું. દેવી અન્નપૂર્ણાની મૂર્તિ કેનેડાથી પરત આવી રહી છે જે કાશીથી ચોરી કરવામાં આવી હતી. પીએમ મોદીએ તેના માટે કેનેડા સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. મન કી બાતમાં કૃષિ કાયદા વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કૃષિ સુધારોથી ખેડૂતોની મુશ્કેલી દૂર થઈ રહી છે. પાકની ખરીદીના ત્રણ દિવસ બાદ જ ખેડૂતોને ચૂકવણી થઈ જાય છે. સંસદે કૃષિ કાયદાને સ્વરૂપ આપ્યું છે.

  વડાપ્રધાને કહ્યું કે, મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના ખેડૂત જિતેન્દ્ર ભોઇજીએ નવા કૃષિ કાયદાનો ઉપયોગ કેવી રીતે કર્યો તે આપને પણ જાણવું જોઈએ. હવે જ્યારે આ કાયદાની તાકાત આપણા ખેડૂતો પાસે છે તો તેમની સમસ્યાનું સમાધાન તો થવાનું જ હતું, તેઓએ ફરિયાદ કરી અને થોડાક જ દિવસમાં તેમની બાકી રકમની ચૂકવણી કરી દેવામાં આવી.

  કેનેડાથી પરત આવશે અન્નપૂર્ણાની પ્રતિમા

  પીએમ મોદીએ કહ્યું કે, માતા અન્નપૂર્ણાની પ્રતિમા પરત આવવાની સાથે એક સંયોગ પણ જોડાયો છે કે થોડા દિવસ પૂર્વે જ વર્લ્ડ હેરિટેજ વીક ઉજવવામાં આવ્યું છે. વર્લ્ડ હેરિટેજ વીક સંસ્કૃતિ પ્રેમીઓ માટે જૂના સમયમાં પરત જવાની, તેમના ઈતિહાસના અગત્યના પડાવોને જાણવા માટે એક શાનદાર તક પૂરી પાડે છે.

  વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં જણાવ્યું કે, આજે દેશ અનેક મ્યૂઝિયમ અને લાઇબ્રેરીના કલેક્શનને ડિજિટલ બનાવવાનું કામ કરી રહ્યું છે. દિલ્હીના અમારા સંગ્રહાલયે આ સંબંધમાં પ્રશંસાપાત્ર પ્રયાસ કર્યા છે. નેશનલ મ્યૂઝિયમ દ્વારા લગભગ દસ વર્ચ્યૂઅલ ગેલેરી ઇન્ડ્રોડ્યૂસ કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે.

  PM મોદીએ કહ્યું કે, આ મહિને 12 નવેમ્બરથી ડૉક્ટર સલીમ અલજીની 125મી જયંતી સમારોહ શરૂ થયો છે. ડૉક્ટર સલીમે પક્ષીઓની દુનિયામાં બર્ડ વોચિંગને લઈને ઉલ્લેખનીય કાર્ય કર્યું છે. દુનિયામાં બર્ડ વોચિંગને ભારત પ્રત્યે આકર્ષિત પણ કર્યું છે. ભારતમાં ઘણી બધી બર્ડ વોચિંગ સોસાયટી સક્રિય છે. વડાપ્રધાને લોકોને અપીલ કરી છે કે તમે પણ ચોક્કસપણે આ વિષયની સાથે જોડાવો.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમમાં વિભિન્ન મુદ્દાઓ પર વાત કરતાં હોય છે. આ ઉપરાંત તેઓ લોકો પાસેથી આ કાર્યક્રમના મુદ્દાઓને લઈ સૂચનો પણ માંગે છે. આ ઉપરાંત સમયાંતરે વડાપ્રધાન આ કાર્યક્રમમાં લોકો સાથે વાત પણ કરતા રહે છે.

  નોંધનીય છે કે, વડાપ્રધાને પોતાના આ કાર્યક્રમ માટે 17 નવેમ્બરે લોકો પાસેથી સૂચનો મંગાવ્યા હતા. પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે, મન કી બાતના માધ્યમથી ઉત્કૃષ્ટ લોકોની ઉપલબ્ધીઓની ઉજવણી કરીએ, સામાજિક ઉદ્ધાર માટે કામ કરી રહ્યા છે. પરંતુ દરેક ઉદાહરણને શૅર કરવા જોઈએ, અનેક એવા છે જે સમય ઓછો હોવાના કારણે શૅર કરવામાં અસમર્થ છે પરંતુ હું ઘણા બધા ઇનપુટ વાંચું છું એન તે હકિકતમાં મૂલ્યવાન છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળ 2014થી શરૂ થયેલા માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતથી અત્યાર સુધી 30 કરોડ રૂપિયાની કમાણી થઈ ચૂકી છે. એક આરટીઆઈમ)ં આ વાતનો ખુલાસો થયો છે. આરટીઆઇના માધ્યમથી જાણવા મળ્યું છે કે ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાતથી છેલ્લા 6 વર્ષમાં 30.28 કરોડની કમાણી થઈ છે. આરટીઆઈમાં એ વાત પણ જાણવા મળી છે કે આ કાર્યક્રમની અખબારી વિજ્ઞાપનો પર કુલ 7 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. જ્યારે તેની ત્રણ ગણી આવક થઈ છે.
  Published by:Mrunal Bhojak
  First published: