વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 મેના રોજ કરશે ‘મન કી બાત’, આ દિવસે ખતમ થશે Lockdown 4.0

News18 Gujarati
Updated: May 18, 2020, 9:40 AM IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 મેના રોજ કરશે ‘મન કી બાત’, આ દિવસે ખતમ થશે Lockdown 4.0
PM નરેન્ર્ મોદીએ દેશના નાગરિકો પાસે લૉકડાઉન બાદના ભવિષ્યની રણનીતિને લઈ સૂચનો પણ માંગ્યા છે

PM નરેન્ર્ મોદીએ દેશના નાગરિકો પાસે લૉકડાઉન બાદના ભવિષ્યની રણનીતિને લઈ સૂચનો પણ માંગ્યા છે

  • Share this:
નવી દિલ્હીઃ દેશને કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણથી બચાવવા માટે લૉકડાઉન (Lockdown)ના ચોથા ચરણની શરૂઆત આજથી કરી દેવામાં આવી છે. ગુજરાત (Gujarat)માં આજે ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે અને તેનો અમલ મંગળવારથી કરવામાં આવશે. લૉકડાઉનનું ચોથું ચરણ 31 મેના રોજ ખતમ થઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ, આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ‘મન કી બાત’ પણ કરશે. એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પીએમ મોદી આ દિવસે ‘મન કી બાત’ના માધ્યમથી કોરોના પર દેશની સ્થિતિ ઉપર પણ ચર્ચા કરશે.

મળતી જાણકારી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 મેના રોજ મન કી બાતના માધ્યમથી દેશવાસીઓને સંબોધશે. વડાપ્રધાન નરેન્ર્ન મોદીએ નમો એપ અને જીઓવી પર સૂચનો માંગ્યા છે. નોંધનીય છે કે આ દિવસે લૉકડાઉનનું ચોથા ચરણ ખતમ થઈ રહ્યું છે. એવામાં પીએમ નરેન્ર્o મોદીએ દેશના નાગરિકો પાસે ભવિષ્યની રણનીતિને લઈ સૂચનો પણ માંગ્યા છે.


આ પણ વાંચો, લૉકડાઉનના ચોથા ચરણમાં માત્ર વિશેષ ટ્રેન, પાર્સલ, માલગાડીઓ જ દોડશેઃ ભારતીય રેલવે

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ દેશને લઈ કોઈ નિર્ણય લેવાનો હોય છે તે સમયે દેશના નાગરિકોના સૂચનો મંગાવે છે. જો તમે પણ ‘મન કી બાત’માં આપના સૂચનો આપવા માંગો છો તો 1800-11-7800 નંબર પર પોતાની વાત રજૂ કરી શકો છો.

આ પણ વાંચો, Lockdown: ફેસબુક, યૂટ્યૂબ નહીં સૌથી વધુ આ પ્લેટફોર્મ પર ઓનલાઇન ગેમ રમી રહ્યા છે લોકો
First published: May 18, 2020, 9:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading