ધર્મ ચક્ર કાર્યક્રમમાં PM મોદીએ કહ્યુ - ભગવાન બુદ્ધે કલ્યાણનો માર્ગ બતાવ્યો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

" જે સમયે દુનિયા મુશ્કેલીનો સામનો કરી રહી છે તે સમયે સ્માર્ટ યુવાનો વૈશ્વિક સમસ્યાનો ઉકેલ લઇને સામે આવી રહ્યા છે.": પીએમ મોદી

 • Share this:
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અષાઢ પૂર્ણિમા/ગુરુ પુર્ણિમાના અવસર પર ભગવાન બુદ્ધના ઉપદેશ પર વિશેષ ભાર આપી વીડિયો સંદેશ દ્વારા યુવાઓને બુદ્ઘના વિચારોને અપનાવવાની વાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે આ સમયે વિશ્વ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. તમામ પડકારો અને તમામ મુશ્કેલીઓનો ઉકેલ ગૌતમ બુદ્ધના વિચારો સાથે આપી શકાય છે.

  વડાપ્રધાનના આ સંબોધન પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ram Nath Kovind) રાષ્ટ્રપતિ ભવનથી ધર્મ ચક્ર દિવસ (Dharma Chakra)નું ઉદ્ધાટન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સાંસ્કૃતિક મંત્રાલય હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના દિવસે મહાત્મા બુદ્ધે પોતાના પાંચ શિષ્યોને પ્રથમ ઉપદેશ આપ્યો હતો. ધર્મચક્ર કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભગવાન બુદ્ધે જણાવેલા આઠ માર્ગ અનેક સમાજ અને રાષ્ટ્રો માટે કલ્યાણનો રસ્તો બતાવે છે. તે કરુણા અને દયાના મહત્વ પર જોર નાંખે છે. ભગવાન બુદ્ધની શિક્ષામાં વિચાર અને ક્રિયા બંનેમાં સરળતામાં માને છે.

  વીડિયો દ્વારા દેશવાસીઓને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બૌદ્ધ ધર્મ લોકોને આદર કરવાનું શીખવે છે. લોકોનો આદર કરો, ગરીબો, મહિલાઓનો આદર કરવો જોઇએ. શાંતિ અને અહિંસાનો આદર કરવો જોઇએ. આજેના સમયે બુદ્ધ દ્વારા આપેલી શીખ પણ પ્રાસંગિક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગૌતમ બુદ્ધે સારનાથમાં આપેલા પોતાના પહેલા ઉપદેશમાં અને પછી દિવસોમાં પણ બે વિષય પર વાત કરી હતી. આશા અને ઉદ્દેશ. તેમણે આ વચ્ચે એક મજબૂત લિંક જોઇ. કારણ કે આશાથી જ ઉદ્દેશ ઉત્પન્ન થાય છે. તેમણે કહ્યું કે આશા અને ઉદ્દેશની વચ્ચે ખૂબ મજબૂત કડી છે.

  આ પણ વાંચો : કોરોના વાયરસ: અડધાથી વધુ મૃતકોની ઉંમર 60થી ઓછી હતી, 43%ને પહેલા કોઇ બિમાર ન હતી

  વધુમાં પીએમ મોદીએ કહ્યું કે જે સમયે દુનિયા મુશ્કેલીનો સામનો કરી રહી છે તે સમયે સ્માર્ટ યુવાનો વૈશ્વિક સમસ્યાનો ઉકેલ લઇને સામે આવી રહ્યા છે. આ સમયે ભારતની પાસે સૌથી મોટી સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ છે. આ ખાસ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે હું પોતાના યુવા મિત્રોને અપીલ કરું છું કે તે બુદ્ધના વિચારોને સ્વીકારે. અને આ રીતે પોતાને પણ મોટિવેટ કરે અને બીજાને પણ આગળનો રસ્તો બતાવે.

  વધુ વાંચો : સાક્ષી-ધોનીના લગ્નને પૂરા થયા 10 વર્ષ, જાણો કઇ હોટલમાં ઇન્ટર્ન હતી સાક્ષી

  પીએમ મોદીએ કહ્યું આ સમયે વિશ્વ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. આ તમામ મુશ્કેલીઓનો સામનો અને સમાધાન ગૌતમ બુદ્ધના વિચારો સાથે કરી શકાય છે. બુદ્ધના વિચારો જેટલા પહેલા પ્રાસંગિક હતા એટલા આજે પણ પ્રાસંગિક છે. અને આગળ પણ રહેશે.

  આમ પીએમ મોદી યુવાનોને બુદ્ધના વિચારોને અપનાવાની અપીલ કરી છે.
  Published by:Chaitali Shukla
  First published: