લોકસભા ચૂંટણીમાં જીત માટે તમામ પક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. રોજ હજારો રેલી કરી મતદાતાઓને લુભાવવાનો પ્રયાસ કરે છે. વડાપ્રધાન મોદીએ શનિવારે કર્ણાટકના મેંગલુરુમાં એક રેલીને સંબોધી, આ દરમિયાન પીએમએ કહ્યું કે આ મોદી છે, જે માત્ર માખણ લગાવીને જ નહીં પરંતુ પથ્થર પર પણ લકીર ખેંચે છે.
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું આ વખતની ચૂંટણી કોણ વડાપ્રધાન બને, કોણ મંત્રી બને અથવા માત્ર સરકાર બનાવવાની ચૂંટણી નથી. પરંતુ 21મી સદીનું નવું ભારત કેવું હશે તે નક્કી કરવાની છે.
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ JDS અને તેના જેવા અનેક દળની પ્રેરણા પરિવારવાદ છે અને અમારી રાષ્ટ્રવાદ છે. તેઓ પોતાના પરિવારના અંતિમ સભ્યને પણ સત્તાનો લાભ આપે છે. અમે સમાજના છેલ્લા વર્ગના વ્યક્તિને આગળ લાવવાનો પ્રયાસ કરીએ છીએ.
પીએમએ કહ્યું કે તેમનો વંશોદય પોતાની જ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને નજરઅંદાજ કરે છે. અમારા અંત્યોદય એક ચાવાળાને પણ વડાપ્રધાન બનાવી દે છે. તેઓએ કહ્યું કે રાષ્ટ્રપતિ ભવનમાં જ્યારે ચપ્પલ પહેરેલા એક વૃદ્ધને પણ હું ગર્વની સાથે પદ્મ સમ્માન ગ્રહણ કરતાં જોવ છું. તો મારા મનમાં એક જ વાત આવે છે કે આ મારું ભારત છે. પોતાના સામર્થ્ય પર ભરોસો કરનારું ભારત છે. પોતાના સંસાધનો પર વિશ્વાસ કરતું ભારત છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર