PM મોદીનો 2019નો પ્રથમ ઇન્ટરવ્યૂ, કહ્યું 'અમારી સાથે ગઠબંધન કરનારી પાર્ટી ફુલે-ફાલે છે'

News18 Gujarati
Updated: January 1, 2019, 10:10 PM IST
PM મોદીનો 2019નો પ્રથમ ઇન્ટરવ્યૂ, કહ્યું 'અમારી સાથે ગઠબંધન કરનારી પાર્ટી ફુલે-ફાલે છે'

 • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: પીએમ મોદીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને 2019નો પહેલો ઈન્ટરવ્યૂ આપ્યો છે. મોદીએ ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે રામ મંદિર પર ઠરાવ નહીં લાવવામાં આવે. તેઓએ એમ પણ કહ્યું કે, કાયદાકિય પ્રક્રિયામાં કોંગ્રેસે રોડા નાખ્યા છે. તેઓએ સ્પષ્ટ કહી દીધું કે રામ મંદિર કાયદા મુજબ જ બનશે.

એએનઆઈ માટે વડાપ્રધાને 95 મિનિટનો ઈન્ટરવ્યૂ આપ્યો છે. આ ઈન્ટરવ્યૂ એવા સમયે આવ્યો છે જ્યારે સંસદમાં ત્રણ તલાક બિલ રજૂ કરવામાં આવવાનું છે, સાથોસાથ રાફેલ ડીલ મુદ્દે સુપ્રીમ કોર્ટના આવેલા ચુકાદાને તેમની સરકાર ક્લીન ચીટ માની રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમની પર રાફેલ જેવા મુદ્દે ન બોલવાનો આરોપ લગાવતા રહ્યા છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી આ મુદ્દે પણ કોંગ્રેસને પલટવાર કરી શકે છે.

ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહેલા મુખ્ય મુદ્દાઓ -  


 • પીએમ મોદીએ કહ્યું કે જ્યારે લોકો કહે છે કે મોદી લહેર ખતમ થઇ ગઇ છે તો હું આવા લોકોનું સ્વાગત કરું છું, કારણ કે તેઓ અંદરખાને વિચારે છે કે મોદી લહેર જેવું કાઇ છે, જ્યાં સુધી મોરી વાત છે તો હું લહેર માત્ર જનતાની આશા અને આકાક્ષાની જ હોય છે, લોકોને ગઠબંધનમાં લાવવા માટે વિપક્ષી નેતા મોટી-મોટી વાતો કરે છે.

 • પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસની સરકારોએ જે ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરી છે, તે રાજનીતિક સ્ટંટ છે. ખેડૂતોની મોટી આબાદી આવી ભ્રામક જાહેરાતોથી ફાયદો નથી થવાનો.
 • ભાજપમાં નેતૃત્વની જવાબદારી નક્કી કરવાના સવાલ પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે જે લોકો એવું કહે છે કે ભાજપ મોદી અને અમિત શાહના લીધે જ ચાલે છે તે લોકો ભાજપ પાર્ટીને સારી રીતે ઓળખતા જ નથી. BJP વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, પાર્ટીનું સંગઠન ઢાચા છે, મેરા બૂથ સબ સે મજબૂત જેવા કાર્યક્રમ ચાલી રહ્યાં છે.

 • કોંગ્રેસ મુક્ત ભારતના સવાલ પર કહ્યું કે કોંગ્રેસના લોકો પણ સ્વીકારે છે કે કોંગ્રેસ એક વિધારધારા છે, એક સંસ્કૃતિ છે, જ્યારે હું કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરું છું તો હું ઇચ્છું છું કે દેશને આ સંસ્કૃતિ અને વિધારધારાથી મુક્તિ મળે, અને હું કહું છું કે કોંગ્રેસે પણ કોંગ્રેસી સંસ્કૃતિમાંથી મુક્ત હોવું જોઇએ.

 • GST પર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાહુલ ગાંધી જીએસટીને ગબ્બર સિંહ ટેક્સ કહી રહ્યાં છે, માણસ જેવું વિચારે છે તેવું વર્તન કરે છે, શું જીએસટી દેશની તમામ રાજનીતિક પાર્ટીઓની સહમતિથી નથી લાગુ કરવામાં આવી. જ્યારે પ્રણવ મુખર્જી નાણામંત્રી હતા ત્યારે જીએસટીની પ્રક્રિયા શરૂ થઇ હતી.

 • પીએમ મોદીએ સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર મામલે કહ્યું કે કોર્ટનો ચૂકાદો વાંચવો જોઇએ. સંસ્થાઓનો દુરુપયોગ કરવામાં આવ્યો. અમારા પર આરોપ છે કે મોદી આ લોકો પર કાર્યવાહી નથી કરી રહ્યાં. ઇડી પોતાનું કામ વ્યવસ્થિત રીતે કરી રહી છે. વિદેશમાંથી એક રાજદારને ભારત લાવવામાં આવ્યો છે. શું ભારતના લોકોને આ વાત પર ગર્વ ન કરવો જોઇએ ?

 • દેશમાં અસહિષ્ણુતા અને અલ્પસંખ્યકોમાં ભયના આરોપ પર પીએમ મોદીએ કહ્યું કે સભ્ય સમાજમાં આ પ્રકારની ઘટનાઓ માટે કોઇ જગ્યા નથી. અલ્પસંખ્યકો પર હુમલા નીંદનીય છે, ભીડ દ્વારા માર મારી હત્યાની ઘટના શર્મનાક છે, આપણે અન્ય ભાવનાઓનું સમ્માન કરવું જોઇએ.

 • અમારી સાથે ગઠબંધન કરનારી પાર્ટી ફલે-ફુલે છે, જ્યારે કોંગ્રેસ સાથે ગઠબંધન કરનારી પાર્ટીને કોંગ્રેસ ખતમ કરી નાખે છે.

 • ત્રણ તલાક પર ભાજપના પ્રોગ્રેસિવ વિચાર અને સબરીમાલા પર પારંપરિક વિચાર કેમ ? આ સવાલ પર પીએમ મોદોએ કહ્યું કે અનેક દેશોએ ત્રણ તલાક પર પ્રતિબંધ લગાવ્યો છે, આ કોઇ આસ્થાનો મુદ્દો નથી. મંદિરની પોતાની માન્યતા છે, કેટલાક મંદિરોમાં પુરુષને પણ પ્રવેશ આપવામાં આવતો, સબરીમાલા અને ત્રણ તલાકને અલગ રીતે વિચારવાની જરૂર છે.

 • સબકા સાથ સબકા વિકાસ મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે અમારી મોટાભાગની યોજાનાઓ મહિલાઓને ધ્યાને રાખી બનાવવામાં આવી છે. જેમાં ગેસથી લઇને રોજગાર, અમે સંપ્રદાયને ધ્યાને રાખી કોઇ યોજનાઓ નથી બનાવી. તમામ લોકોને પોતાનો હક મળવો જોઇએ. અમારા માટે બધા એક સરખા છે.

 • પીએમ મોદીએ કહ્યું કે મધ્યવર્ગ અંગે આપણે ચિંતા કરવી જોઇએ, એટલા માટે નહીં કે તેઓ મત આપે છે, પરંતુ એટલા માટે કે દેશ માટે જરુરી છે, અમે મેડિકલ કોલેજમાં સીટ વધારી, ઉડાન યોજના જેવી તમામ યોજનાઓ મધ્યમવર્ગ માટે છે, મોટાભાગની સુવિધાજનક કામ મધ્યમવર્ગ માટે થયા છે.

 • ખેડૂતો પર પીએ મોદીએ કહ્યું કે હકીકતમાં કોંગ્રેસે દેવું માફી નથી કર્યું. ખેડૂતો સામે ખોટું બોલી રહ્યાં છે, અમારી સરકારનો ઉદ્દેશ્ય ખેડૂતોને મજબૂત કરવાનો છે, અમે એ વિષય પર કામ કરી રહ્યાં છીએ કે ખેડૂતોને જેણાંની જરૂર જ નહીં પડે.


First published: January 1, 2019, 5:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading