PM મોદીએ જમ્મુ-કાશ્મીરના 21 લાખ લોકોને આપે 'સંજીવની', PMJAY-SEHAT યોજના લૉંચ

PM મોદીએ જમ્મુ-કાશ્મીરના 21 લાખ લોકોને આપે 'સંજીવની', PMJAY-SEHAT યોજના લૉંચ
પીએમ મોદી.

PMJAY-SEHAT: વડાપ્રધાન મોદીએ આયુષ્માન ભારત યોજના અંતર્ગત જમ્મુ-કાશ્મીર માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સેહત (Pradhan Mantri Jan Arogya Yojana SEHAT)ની શરૂઆત કરી.

  • Share this:
    નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શનિવારે આયુષ્માન ભારત યોજનાની જેમ જમ્મુ-કાશ્મીર માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સેહત (Pradhan Mantri Jan Arogya Yojana SEHAT)ની શરૂઆત કરાવી છે. આ યોજનાની પીએમ-જય નામે પણ ઓળખવામાં આવે છે. આ યોજના રાજ્યમાં રહેતા 21 લાખ લોકોને સ્વાસ્થ્ય સંબંધી લાભ આપશે. આ યોજનાનો લાભ સામાજિક, આર્થિક અને જાતિગત ગણતરીને આધારે નક્કી કરવામાં આવેલા ધોરણોમાં યોગ્યતા પ્રાપ્ત લોકોને મળશે.

    આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, "આ ચૂંટણીઓએ જમ્મુ-કાશ્મીરના લોકતંત્રના મૂળને વધારે મજબૂત કર્યાં છે. લોકતંત્રને મજબૂત કરવા માટે હું જમ્મુ-કાશ્મીરના લોકોનો અભિનંદન પાઠવું છું. આજે જમ્મુ-કાશ્મીર માટે ઐતિહાસિક દિવસ છે. આજથી જમ્મુ-કાશ્મીરના તમામ લોકોને આયુષ્માન યોજનાનો લાભ મળશે. જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે આવું પગલું ભરતા મને ખૂબ ખુશી થઈ રહી છે."



    આ પણ વાંચો: બિહાર: ચાર વર્ષની બાળકી પર બળાત્કાર, પરિવારજનોએ આરોપીને માર મારીને પતાવી દીધો

    આ મામલે અધિકારીએ જણાવ્યું હતું કે, "સરકાર લાભાર્થી પરિવારોની માહિતી મેળવી રહી છે, જેમના નામ કદાચ sec2011 ડેટાબેઝમાંથી ગાયબ છે. જેનાથી એવી ખાતરી કરી શકાશે કે યોજનાનો લાભ વહેલામાં વહેલી તકે લોકોને મળે. જેનાથી તેઓ મફતમાં હેલ્થ કેર સેવાનો લાભ લઈ શકશે."

    વડાપ્રધાન ઑફિસ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે, "26 જાન્યુઆરીના બપોરે 12 વાગ્યે પીએમ મોદી વીડિયો કૉન્ફરન્સથી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશીરમાં આયુષ્માન ભારત પીએમ-જય સેહતની શરૂઆત કરશે. આ યોજનામાં જમ્મુ તેમજ કાશ્મીરના તમામ નિવાસીઓને શામેલ કરવામાં આવશે." આ પ્રસંગે જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજસિંહા હાજર રહેશે.

    નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ યોજના જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં રહેતા તમામ લોકોને મફતમાં વીમા સુરક્ષા કવચ આપે છે. આ અંતર્ગત પરિવારને પાંચ લાખ રૂપિયાનું વીમા સુરક્ષા કવચ આપવામાં આવશે. આ યોજનાનો લાભ આખા દેશમાં ગમે ત્યાં લઈ શકાય છે. PM-JAY યોજના અંતર્ગત નોંધાયેલી હોય તેવી તમામ હૉસ્પિટલમાં આ યોજના અંતર્ગત લાભ લઈ શકાશે.

    આ પણ વાંચો: બનાસકાંઠા: ડૉકટરે વાહવાહી મેળવવા ઑપરેશનના ફોટો કર્યાં વાયરલ, મહિલાનું 24 કલાકમાં જ મોત

    રાજ્યના સૂચના અને જનસંપર્ક વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે, SEHATનો અર્થ થાય છે- Social Endeavour for Health and Telemedicine. જે કેન્દ્રસાશિત પ્રદેશો માટે સ્વાસ્થ્ય વીમા યોજના છે. વિભાગે પોતાના અધિકારિક ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે કે, "જમ્મુ-કાશ્મીર માટે ઐતિહાસિક ક્ષણ છે." વડાપ્રધાન નરેન્દ્ર મોદી SEHAT લૉંચ કરી રહ્યા છે. 26 ડિસેમ્બર, 2020ના રોજ આખા જમ્મુ-કાશ્મીર માટે સોશિયલ એન્ડેવર ફૉર હેલ્થ એન્ડ ટેલીમેડિસિન હેલ્થ ઇન્શ્યોરન્સ યોજના લાગૂ થશે."

    આ પણ જુઓ-

    આ યોજના અંતર્ગત જમ્મુ-કાશ્મીરના લોકોને સ્વાસ્થ્ય સેવા પૂરી પાડવા માટે ઓછામાં ઓછી 219 હૉસ્પિટલ અને 34 ખાનગી હૉસ્પિટલને શામેલ કરવામાં આવી છે. આ યોજનામાં ઑન્કોલૉજી, કાર્ડિયોલૉજી, નેફ્રોલૉજી જેવી સારવાર શામેલ હશે. લાભાર્થી દેશની 24, 148 હૉસ્પિટલમાં પણ આ યોજનાનો લાભ ઉઠાવી શકશે.
    Published by:Vinod Zankhaliya
    First published:December 26, 2020, 13:21 pm

    ટૉપ ન્યૂઝ