નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ શુક્રવારે છ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે તેમના રાજ્યોમાં કોવિડ-19 (Coronavirus In India)ની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરી. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, શરૂઆતમાં વિશેષજ્ઞ એવું માની રહ્યા હતા કે જ્યાંથી સેકન્ડ વેવની શરૂઆત થઈ હતી, ત્યાં સ્થિતિ પહેલા નિયંત્રણમાં છે. પરંતુ મહારાષ્ટ્ર અને કેરળમાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ખરેખર આપણા સૌ માટે, દેશ માટે ખૂબ ગંભીર ચિંતાનો વિષય છે. વડાપ્રધાને કહ્યું કે, ખૂબ જરૂરી છે કે જે રાજ્યોમાં કેસો વધી રહ્યા છે, ત્યાં સક્રિય ઉપાય કરતાં ત્રીજી લહેર (Corona Third Wave)ની કોઈ પણ આશંકાને રોકવી જોઈએ.
PM મોદીએ કહ્યું કે, એક્સપર્ટ્સ જણાવે છે કે લાંબા સમય સુધી સતત કેસોના વધારાથી કોરોના વાયરસમાં મ્યૂટેશનની આશંકા વધી જાય છે. નવા નવા વેરિયન્ટનો ખતરો વધી જાય છે. તેથી, ત્રીજી લહેરને રોકવા માટે કોરોનાની વિરુદ્ધ પ્રભાવી પગલાં ભરવા જરૂરી છે. તેમણે કહ્યું કે, ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને વેક્સીનની અમારી રણનીતિ ફોક્સ કરીને જ આપણે આગળ વધીશું. માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન્સ પર વિશેષ ધ્યાન આપવું પડશે. જે જિલ્લાઓમાં પોઝિટિવિટી રેટ વધુ છે, જ્યાંથી વધુ કેસ આવી રહ્યા છે, ત્યાં એટલું વધારે ફોકસ પણ કરવું પડશે.
The states reporting high new cases need to take proactive measures to stop the possibility of a third wave of COVID19.
We need to move ahead with a focus on 'Test-Track-Treat- Vaccinate' approach: PM Modi to CMs of 6 states with high positivity rate pic.twitter.com/yPQbucYtXR
વડાપ્રધાને જણાવ્યું કે, દેશના તમામ રાજ્યોને નવા આઇસીયૂ બેડ્સ બનાવવા, ટેસ્ટિંગ ક્ષમતા વધારવા અને બીજી તમામ જરૂરિયાતો માટે ફંડ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે હાલમાં 23 હજાર કરોડ રૂપિયાથી વધુનું ઇમરજન્સી કોવિડ રિસ્પોન્સ પેકેજ પણ જાહેર કર્યું છે.