PM મોદીએ કવિતા લખીને પાઠવી નવા વર્ષની શુભેચ્છા- 'હજુ તો સૂરજ ઊગ્યો છે'

ફાઇલ તસવીર

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Modi)એ દેશને પ્રોત્સાહન આપતી એક કવિતા લખીને શુભેચ્છા પાઠવી છે.

  • Share this:
    નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારી (Corona Virus Pandemic) સામે લડતાં લડતાં આખું વર્ષ પસાર થઈ ગયું છે. આજે 2021ની શરૂઆત છે. આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને પ્રોત્સાહન આપતી એક કવિતા લખીને શુભેચ્છા પાઠવી છે. ખાસ વાત તો એ છે કે આ વીડિયોમાં અવાજ પણ પીએમ મોદીનો જ છે. સરકાર તરફથી શુક્રવારે આ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે.

    સરકારે ટ્વીટર હેન્ડલ MyGovInd પર એક વીડિયો શેર કર્યો છે. સાથે જ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે 'ચાલો નવા વર્ષના પ્રથમ દિવસની શરૂઆત પીએમ મોદીએ લખેલી કવિતા અભી તો સૂરજ ઊગા હૈથી કરીએ.' શુક્રવારે સવારે 10 વાગ્યો પોસ્ટ કરવામાં આવેલા આ કવિતા અત્યારસુધી હજારો લોકો જોઈ ચૂક્યા છે. આ રહી પીએમ મોદીની કવિતાની પંક્તિઓ-

    આસમાન સે સીર ઉઠાકર
    ઘને બાદલો કો ચીરકર
    રોશની કા સંકલ્પ લે
    અભી તો સૂરજ ઊગા હૈ

    દ્રષ્ટ નિશ્ચય કે સાથ ચલકર
    હર મુશ્કિલ કો પાર કર
    ઘોર અંધેરે કો મિટાને
    અભી તો સૂરજ ઊગા હૈ

    વિશ્વાસ કી લો જલાકાર
    વિકાસ કા દીપક લેકર
    સપનો કો સાકાર કરને
    અભી તો સૂરજ ઊગા હૈ

    ન અપના ન પરાયા
    ન મેરા ન તેરા
    સબકા તેજ બનાકર
    અભી તો સૂરજ ઊગા હૈ

    આગ કો સમેટતે
    પ્રકાશ કા બિખેરતા
    ચલતા ઔર ચલાતા
    અભી તો સૂરજ ઊગા હૈ

    ઉલ્લેખનીય છે કે પીએમ મોદી આ પહેલા પણ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી ચૂક્યા છે. તેમણે ટ્વીટ કરીને દેશના નાગરિકોનો શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું હતું કે, "શુભ 2021ની તમામને શુભકામના. આ વર્ષ સારું સ્વાસ્થ્ય, આનંદ અને સમૃદ્ધિ લઈને આવે. આશા અને કલ્યાણના ભાવના બની રહે."

    રક્ષા મંત્રી રાજનાથી સિંહે પણ લખ્યું છે કે, "તમને બધાને નવા વર્ષની શુભેચ્છા. આ વર્ષે તમને અને તમારા પરિવાર માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે તેવી મારા તરફથી તમને શુભેચ્છા."
    Published by:Vinod Zankhaliya
    First published: