ન્યૂઝ18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી એસસીઓ સમિટમાં ભાગ લેવા માટે હવે પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ નહી કરે. વિદેશ મંત્રાલય તરફથી આ અંગે માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર વડાપ્રધાનના વિમાન માટે બે વૈકલ્પિક રૂટનો વિચાર કરી રહી છે. હવે એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે, વડાપ્રધાન મોદીનું વિમાન પાકિસ્તાનના એરસ્પેસને બદલે ઓમાન, ઈરાન અને મધ્ય એશિયાના દેશોથી પસાર થઈને કીર્ગીસ્તાનની રાજધાની બિશકેક જશે
આ પહેલા પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનને તેની એરસ્પેસમાંથી ઉડાન ભરવાની મંજૂરી આપી દીધી હતી. પાકિસ્તાનના એક વરિષ્ઠ અધિકારીએ આ અંગેની જાણકારી આપતા એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, ભારત શાંતિ વાર્તા માટે પાકિસ્તાન તરફથી થયેલી પહેલ ઉપર વિચાર કરશે
વડાપ્રધાન મોદી આ અઠવાડિયામાં આયોજિત 'શાંગહાઈ સહયોગ સંમેલન (એસસીઓ)"ની બેઠકમાં ભાગ લેવા માટે કીર્ગીસ્તાન જવાના છે. ભારતે આ સંદર્ભે વડાપ્રધાનના વિમાનને મંજૂરી આપવા અનુરોધ કર્યો હતો. આ બેઠકનું આયોજન 13-14જૂન ના રોજ થનારું છે. પાકિસ્તાનનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ આ સંમેલનમાં શામેલ થશે
બાલાકોટમાં 26 ફેબ્રુઆરીએ જૈશ-એ-મોહમ્મદની આતંકી શિબિરો ઉપર ભારતીય હવાઈદળે કરેલા હુમલાઓ બાદ પાકિસ્તાને તેના હવાઈ ક્ષેત્રો સંપૂર્ણપણે બંધ કરી દીધા હતા. ત્યારબાદથી તેણે તેના 11 રૂટો પૈકી 2 રૂટ ખોલ્યા છે, જે દક્ષિણ પાકિસ્તાનથી પસાર થાય છે
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર