પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોર્ડર પર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તસવીર- @mannkibaat
PM Modi's Diwali with Soldiers in Nowshera: ભારતના જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં ભારતીય સેનના સ્થાન પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો જેના જવાબમાં 29 સપ્ટેમ્બર 2016ના દિવસે આતંકીઓના લોન્ચપેડમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.
નૌશેર (જમ્મુ-કાશ્મીર): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi on Diwali)એ જમ્મુ કાશ્મીરમાં બોર્ડર પર રાજૌરી જિલ્લામાં નૌસેરા સેક્ટરમાં સેનાના જવાનો સાથે દિવાળીની (Deepawali 2021) ઉજવણી કરી હતી. સર્જિકલ સ્ટ્રાઈકમાં (Surgical Strike)માં આ બ્રિગેડની ભૂમિકા પર ગર્વ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કહ્યું કે 2016માં નિયંત્રણ રેખા (એલઓસી) પાસે સર્જિકલ સ્ટ્રાઈક ભારતીય સેનાની ક્ષમતાઓનું પ્રતિક છે અને તે પોતે આ ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા કે, સર્જિકલ સ્ટ્રાઈક કર્યા બાદ ભારતમાં આપણા સૈનિકો પાછા સુરક્ષિત આવે.
પીએમ મોદીએ કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈક બાદ અહીં આતંકવાદ ફેલાવવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં આર્મી બેઝ પર થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે 29 સપ્ટેમ્બર, 2016ના રોજ નિયંત્રણ રેખા પાર આતંકવાદીઓના લોન્ચ પેડ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.
જવાનોને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે સરહદી વિસ્તારોમાં સંચાર સુવિધાઓ અને સેનાની તૈનાતીને વધારવા માટે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતે બદલાતી દુનિયા અને યુદ્ધની બદલાતી પદ્ધતિઓ અનુસાર પોતાની સૈન્ય ક્ષમતા વિકસાવવી પડશે. તેમણે કહ્યું કે લદ્દાખથી અરુણાચલ પ્રદેશ અને જેસલમેરથી આંદામાન અને નિકોબાર સુધી સમગ્ર દેશમાં સરહદી વિસ્તારોમાં સંચાર સુવિધાઓમાં સુધારો કરવામાં આવ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે સરહદ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં જે સામાન્ય કનેક્ટિવિટી અને કોમ્યુનિકેશન સુવિધાઓ નથી, ત્યાં હવે રસ્તાઓ અને ઓપ્ટિકલ ફાઈબર છે અને આનાથી સેનાની તૈનાતી ક્ષમતા અને સૈનિકો માટે સુવિધાઓ વધે છે. તેમણે કહ્યું કે અગાઉ દેશને સંરક્ષણ ક્ષેત્રે મુખ્યત્વે આયાત પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ તેમની સરકારના પ્રયાસોને કારણે સ્વદેશી ક્ષમતાઓને વેગ મળ્યો છે. જવાનોની હિંમતની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે તેમની ક્ષમતાઓ અને શક્તિએ દેશમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરી છે.
વડાપ્રધાને કહ્યું, 'હું મારા પરિવારના સભ્યો સાથે દિવાળી ઉજવવા માંગુ છું, તેથી આ તહેવાર પર હું તમને મળવા આવ્યો છું.' વડાપ્રધાન બન્યા બાદ મોદીએ 2014માં સિયાચીનની મુલાકાત લીધી હતી. ત્યારથી દર વર્ષે દિવાળી પર તે સરહદી વિસ્તારમાં જાય છે અને સૈનિકોને મળે છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર