ચૂંટણી રેલીમાં મોદીની કોંગ્રેસને સલાહ 'પરિવાર બહારના વ્યક્તિને બનાવો અધ્યક્ષ'

News18 Gujarati
Updated: November 16, 2018, 4:05 PM IST
ચૂંટણી રેલીમાં મોદીની કોંગ્રેસને સલાહ 'પરિવાર બહારના વ્યક્તિને બનાવો અધ્યક્ષ'

  • Share this:
વડાપ્રધાન મોદીએ ફરી એકવાર સોનિયા ગાંધી પર પ્રહારો કર્યા હતા, છત્તીસગઢમાં ચૂંટણી પ્રહાર પૂરબહારમાં ચાલી રહ્યો છે, ભાજપ-કોંગ્રેસ લોકોને રીજવવા ચૂંટણી વાયદાઓથી લઇને એક બીજા પર કિચડ ઉછાળવામાં કોઇ કસર બાકી નથી રાખી રહ્યાં, ભાજપે મોદી લહેરને ધ્યાને રાખી પીએમ મોદીની સભાઓ યોજી રહી છે, આવી જ એક સભામાં મોદીએ કહ્યું છેલ્લી ચાર પેઢી સુધી રાજ કરનારી કોંગ્રેસે હિસાબ આપવો જોઇએ, ઉલટાનું તેઓ ચાર વર્ષથી સત્તામાં રહેલા અમારી પાસે જવાબ માગી રહ્યાં છે, મધ્યપ્રદેશના શહડોલમાં મોદીએ કહ્યું કે ઇન્દિરા ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું જેથી ગરીબોની બેંક બની શકે. પરંતુ ગરીબ લોકો બેંક સુધી પહોંચ્યા નહીં. અમે ચાર વર્ષમાં આ કામ કરી બતાવ્યું.

તો વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં જણાવ્યું કે તમારી દાદીમાએ કહ્યું હતું કે ગરીબી હટાઓ, પરંતુ એવું થયુ નહીં. ઇન્દિરાની સરકારના 40 વર્ષોમાં ગરીબી દૂર થઇ નહીં. મોદીએ કહ્યું કે ભાજપના કામ પર વિશ્વાસ કરી તમે અમનો મત આપો.

ચાયવાલાનો મદ્દો ઉઠ્યો

થોડા સમય પહેલા જ કોંગ્રેસ લીડર શશી થરુરની ચાયવાલા પર નિવેદનથી રાજકારણ ગરમાયું હતું. મોદીએ તેમના નિવેદનનો જવાબ આપતાં જણાવ્યું કે હવે કોંગ્રેસ કહે છે કે નેહરુના કારણે ચાયવાલા પીએમ બન્યા છે. જો તમે ડેમોક્રેસીનું એટલું સમ્માન કરો છો તો એક કામ કરો એક વખત ગાંધી પરિવાર બહારના કોઇ વ્યક્તિને માત્ર પાંચ વર્ષ સુધી કોંગ્રેસનો અધ્યક્ષ બનાવો.

અંબિકાપુર બાદ પીએમ મોદીએ મધ્યપ્રદેશના શહડોલમાં ચૂંટણી રેલી સંબોધી હતી. અહીં મોદીએ કહ્યું કે કોંગ્રેસની સ્થિતિ મોઢામાં રામ અને બગલમાં છૂરી જેવી છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસ સંસદમાં કહે છે કે અમે પ્રેમની વાત કરીએ છીએ, અને મધ્યપ્રદેશમાં અમને કહેવામાં આવ્યું કે તેઓ ગુસ્સાની વાત કરે છે.
First published: November 16, 2018, 4:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading