'દિવાળીના દીવાની જેમ ફેલાવો પ્રકાશ': જાપાનમાં ભારતીયોને PMએ સંબોધ્યા

જાપાનમાં ભારતીયો માટે આયોજીત એક કાર્યક્રમમાં પીએમ મોદીએ હાજરી આપી હતી.

પાટનગર ટોક્યોમાં ભારતીય સમુદાયના એક કાર્યક્રમમાં PM સામેલ થયા હતા. જોમાં તેઓએ કહ્યું કે, દિવાળીમાં જેમ દીવો જ્યાં હોય ત્યાંથી પ્રકાશ ફેલાવે છે તેમ તમે પણ જાપાન અને દુનિયાના દરેક ખુણામાં દેશનું નામ રોશન કરજો.

 • Share this:
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પ્રવાસના બીજા દિવસે સોમવારે રાજધાની ટોક્યોમાં મેઇ ઇન ઈન્ડિયા, આફ્રિકામાં ભારત-જાપાન ભાગીદારી અને ડિજિટલ ભાગીદારી સેમિનારમાં સામેલ થયા. મોદીએ કહ્યું, જ્યારે મેં 2014માં ભારતની જવાબદારી સંભાળી હતી તે સમયે વર્લ્ડ બેંક દ્વારા જાહેર ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ (વેપાર કરવામાં સુલભતા)માં ભારતનું રેન્કિંગ 140 હતું. પરંતુ હવે તે 100 પર પહોંચી ગયું. તેને વધુ સારું બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

  આ પણ વાંચો સ્ટેચ્યૂ ઓફ યુનિટીઃ વિનાશની શરતે વિકાસ ? કોને પૂછી અને કેમ કાપ્યા વૃક્ષો ?

  સોમવારે સવારે તેઓ પાટનગર ટોક્યોમાં ભારતીય સમુદાયના એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દમિયાન તેમણે કહ્યું હતું કે, દિવાળીમાં જેમ દીવો જ્યાં હોય ત્યાંથી પ્રકાશ ફેલાવે છે તેમ તમે પણ જાપાન અને દુનિયાના દરેક ખુણામાં દેશનું નામ રોશન કરજો. ગુજરાતમાં સરદાર પટેલની સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીનો ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું છે કે, આ વખતે પટેલની જયંતીની ચર્ચા આખા દેશમાં થશે. સરદાર સાહેબની પ્રતિભા જેટલી ઉંચી હતી તેટલી જ ઉંચી તેમની પ્રતિમા બનાવવામાં આવી છે.

  સોમવારે સવારે તેઓ પાટનગર ટોક્યોમાં ભારતીય સમુદાયના એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દમિયાન તેમણે કહ્યું હતું કે, દિવાળીમાં જેમ દીવો જ્યાં હોય ત્યાંથી પ્રકાશ ફેલાવે છે તેમ તમે પણ જાપાન અને દુનિયાના દરેક ખુણામાં દેશનું નામ રોશન કરજો.


  મોદી 31 ઓક્ટોબરે આ પ્રતિમાનું અનાવરણ કરશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે ભારત પરિવર્તનના એક યુગમાંથી પસાર થઈ રહ્યો છે. માનવતા માટે કામ કરવામાં ભારતના પ્રયત્નોને દુનિયા વખાણી રહી છે. દેશમાં જનકલ્યાણ યોજનાઓ બનાવવામાં આવી રહી છે. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તારમાં પ્રગતી થઈ છે. આજે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ગામડાંઓ સુધી પહોંચી છે. ભારતમાં 100 કરોડ મોબાઈલ એક્ટિવેટ છે. એક જીબી ડેટા કોલ્ડ ડ્રિન્કની નાની બોટલ કરતાં પણ સસ્તો છે. આ ડેટાથી લોકોને સેવાઓનો લાભ મળી રહ્યો છે.

  શિંજો આબેના હોલિ-ડે હોમ ગયા મોદી

  આ પહેલાં રવિવારે મોદી યામાનાશી પ્રાંતમાં જાપાનના વડાપ્રધાન શિંજો આબેને મળ્યા હતા. આબે માઉન્ટ ફૂજીમાં અધિકારીઓની જગ્યાએ જાતે જ વડાપ્રધાન મોદીને લેવા માટે પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન તેમણએ મોદીને તેમના સૌથી વિશ્વાસુ મિત્ર ગણાવ્યા હતા. હોટલ માઉન્ટ ફૂજીમાં મોદીને આબેએ પથ્થરની બે વાટકી અને ઉત્તરપ્રદેશના વણકરો દ્વારા બનાવવામાં આવેલી દરી ગિફ્ટ કરી હતી. ત્યારપછી બંનેએ ફેક્ટરી ઓટોમેશન બનાવનારી ફાનુક કોર્પોરેશનની મુલાકાત કરી હતી. બંનેનેતાઓએ 13મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લીધો હતો. તેમાં રક્ષા, સ્વાસ્થય, કૃષિ અને ટેક્નોલોજી જેવા મુદ્દા પર ચર્ચા કરી હતી. ત્યારપછી આબેએ હોલિડે હોમમાં મોદીને ડિનર ઓફર કર્યું હતું.

  PM મોદીએ જાપાનમાં ભારતીયો માટે આયોજીત એક કાર્યક્રમમાં સંબોધન આપ્યું હતું.
  Published by:Sanjay Vaghela
  First published: