20 લાખ કરોડ રૂપિયાનું વિશેષ રાહત પેકેજ, જાણો - ખેડૂત, વ્યાપારી અને નોકરીયાત માટે કેવી રીતે હશે ખાસ

News18 Gujarati
Updated: May 12, 2020, 11:40 PM IST
20 લાખ કરોડ રૂપિયાનું વિશેષ રાહત પેકેજ, જાણો - ખેડૂત, વ્યાપારી અને નોકરીયાત માટે કેવી રીતે હશે ખાસ
પીએમ મોદીએ કહ્યું 13 મેના રોજ નાણામંત્રી આ આર્થિક પેકજની વિસ્તારથી જાણકારી આપશે.

પીએમ મોદીએ કહ્યું 13 મેના રોજ નાણામંત્રી આ આર્થિક પેકજની વિસ્તારથી જાણકારી આપશે.

  • Share this:
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે 20 લાખ કરોડ રૂપિયાના વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે. આ 20 લાખ કરોડ સુક્ષ્મ, લઘુ, મધ્યમ, ઉદ્યોગ એટલે કે, MSME માટે છે. આ પેકેજ શ્રમિકો, ખેડૂતો માટે છે જે દરેક પરિસ્થિતિમાં દેશવાસીઓ માટે પરિશ્રમ કરે છે. આ સિવાય જે લોકો ઈમાનદારીથી ટેક્સ ભરનારા મધ્યમવર્ગ લોકો માટે છે, ઉદ્યોગ જગત માટે છે. બુધવારે આ પેકેજ મામલે વિસ્તારથી જાહેરાત થશે. પીએમ મોદીએ કહ્યું 13 મેના રોજ નાણામંત્રી આ આર્થિક પેકજની વિસ્તારથી જાણકારી આપશે.

(1) ખેડૂતો માટે શું હશે ખાસ - પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા 6 વર્ષમાં જે રિફોર્મ થયા, તેના ચાલતા આજે ભારતની અર્થવ્યવસ્થા વધારે સક્ષમ કે સમર્થ બની છે. રિફોર્મ્સના વિસ્તારને વધારી નવી હાઈટ પર લઈ જવાનો છે. સમયની માંગ છે કે, ભારત દરેક સ્પર્ધામાં જીતે, ગ્લોબલ સપ્લાય ચેનમાં મોટી ભૂમિકા નિભાવે, તેને જોતા આર્થિક પેકેજમાં અનેક જોગવાઈ કરી છે.

એક્સપર્ટનું કહેવું છે કે, સરકાર, પીએમ કિસાન સન્માન યોજનાના વિસ્તાર પર નિર્ણય કરી શકે છે. આ સિવાય ખેડૂતોની આવક વધારવાને લઈ પણ જેહારાત થવાની આશા છે.

(2) નોકરીયાત માટે પણ થઈ શકે છે જાહેરાત - આ આર્થિક પેકેજ આપણા દેશના મધ્યમવર્ગ માટે છે, જે ઈમાનદારીથી ટેક્સ આપે છે, દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે છે.

(3) નાના ઉદ્યોગોને મળી શકે છે ગિફ્ટ - આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે આ પેકેજમાં Land, Labour, Liquidity અને Laws, તમામ પર બળ આપવામાઆવ્યું છે. આ આર્થિક પેકેજ આપણા કુટીર ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, લઘુ-મધ્યમ ઉદ્યોગો, આપણી MSME માટે છે. જે કોરોડો લોકોની આજીવિકાનું સાધન છે, જે આત્મનિર્ભર ભારતના આપણા સંકલ્પનો મજબૂત આધાર છે.
First published: May 12, 2020, 11:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading