તૌકતે વાવાઝોડા અંગે PM મોદીની મહત્વની બેઠક, તૈયારીઓની સમીક્ષા કરી આપ્યા મહત્વના નિર્દેશ

તૌકતે વાવાઝોડા અંગે PM મોદીની મહત્વની બેઠક, તૈયારીઓની સમીક્ષા કરી આપ્યા મહત્વના નિર્દેશ

 • Share this:
  નવી દિલ્લી: 'તૌકતે' વાવાઝોડુ આજે રાતે કર્ણાટકના કાંઠે ટકરાશે. પીએમ નરેન્દ્ર મોદીએ આ વાવાઝોડાને લઈને મોટી બેઠક યોજી છે અને રાહત અને બચાવ માટે અધિકારીઓને સૂચના આપી છે. તોફાનના કારણે પશ્ચિમ રેલ્વેએ ઘણી ટ્રેનોને રદ કરી દીધી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ ખતરનાક તોફાન 18 મેના રોજ બપોરે ગુજરાતના દરિયાકાંઠે ફટકો પડશે. તે સમય દરમિયાન, પવન કલાકના 175 કિલોમીટરની ઝડપે આગળ વધી શકે છે. રાજય અને કેન્દ્ર સરકારે આ વાવાઝોડાને પહોંચી વળવા માટે ઘણી તૈયારીઓ કરી લીધી છે. કેરળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તે જ સમયે લક્ષદ્વીપમાં તોફાનને કારણે ઘણાં વૃક્ષો પડી ગયા છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સાયક્લોન તૌકતેથી આવતા ખતરાને ધ્યાનમાં રાખીને સમીક્ષા બેઠક યોજી હતી. વડાપ્રધાને અધિકારીઓને લોકોને સલામત સ્થળોએ ખસેડવા જણાવ્યું છે. તેમજ વીજળી, ટેલિકોમ, આરોગ્ય, પીવાના પાણી જેવી આવશ્યક સેવાઓ સુનિશ્ચિત કરવા જણાવાયું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર ઉપરનો પ્રેશર ઝોન હવે ચક્રવાતી તોફાન 'તૌકાતે'માં ફેરવાઈ ગયો છે અને 18મી મેની આસપાસ પોરબંદર અને નલિયા વચ્ચેનો ગુજરાતનો દરિયાકિનારો પાસે ટકરાય તેવી સંભાવના છે. 'તૌકાતે' 16 થી 18 મેની વચ્ચે ખૂબ જ તીવ્ર ચક્રવાત તોફાનના રૂપમાં હશે.  આઇએમડી દ્વારા જાહેર કરવામાં આવેલા એક બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, "આગામી છ કલાક દરમિયાન તેને 'ગંભીર ચક્રવાત તોફાન'માં ફેરવાઈ જશે અને પછીના 12 કલાકમાં' ખૂબ જ તીવ્ર ચક્રવાત તોફાન'માં ફેરવાય તેવી સંભાવના છે." તે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની સંભાવના છે અને પોરબંદર અને નલિયા વચ્ચે ગુજરાત દરિયાકિનારે બપોર 12 વાગ્યાની આસપાસ આગળ વધે તેવી સંભાવના છે. "કેન્દ્ર અને દરિયાકાંઠાના રાજ્યોની સરકારો ચક્રવાતનો સામનો કરવાની તૈયારી કરી રહી છે.

  નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) એ ચક્રવાતને પગલે રાહત અને બચાવ કામગીરીના હેતુ માટે તેની ટીમોની સંખ્યા 53 થી વધારીને 100 કરી છે. કેન્દ્રીય જળ આયોગે પણ કેરળના મધ્ય અને ઉત્તરીય ભાગ, નજીકના દક્ષિણ કાંઠાળ અને કર્ણાટકના દક્ષિણ કાંઠાના વિસ્તારોમાં ચક્રવાત માટે મધ્યમથી ઉચ્ચ સ્તરના જોખમની ચેતવણી જારી કરી છે. ગોવામાં ચક્રવાતને પગલે સરકારે જરૂરી પગલાં લીધાં છે.

  આઇએમડી અનુસાર, ચક્રવાતને કારણે કોંકણ અને ગોવામાં 15 અને 16 મેના રોજ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ગોવા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસે કહ્યું કે, તેણે પરિસ્થિતિ સાથે કામ કરવા માટે પોતાના કર્મચારીઓને તૈયાર રાખ્યા છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાના અધિકારીઓને જાગૃત રહેવાની અને પરિસ્થિતિથી સામનો કરવા માટે સાધનોથી સજ્જ રહેવાની સૂચના આપી છે.
  Published by:kuldipsinh barot
  First published:May 15, 2021, 22:54 pm