આયુર્વેદ દિવસઃ વડાપ્રધાન મોદીએ જામનગર અને જયપુરની આયુર્વેદ સંસ્થાનને રાષ્ટ્રને કરી સમર્પિત

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે આયુર્વેદના વિષય પર દુનિયામાં વોકલ થવાની જરૂર છે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે આયુર્વેદના વિષય પર દુનિયામાં વોકલ થવાની જરૂર છે

 • Share this:
  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે પાંચમા આયુર્વેદ દિવસ પર આયુર્વેદ સંસ્થાઓ- ગુજરાતના જામનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (Institute of Teaching and Research in Ayurveda - ITRA) અને જયપુરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (National Institute of Ayurveda - NIA)ને રાષ્ટ્રને સમર્પિત કરી છે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત સામેલ થયા હતા. વડાપ્રધાન મોદીના હસ્તે વચ્યૂઅલ લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે આયુર્વેદના વિષય પર દુનિયામાં વોકલ થવાની જરૂર છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે, આ બંને સંસ્થાનોના માધ્યમથી રાજસ્થાન અને ગુજરાતમાં પર્યટનને પણ પ્રોત્સાહન મળશે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને સંસ્થાનોને સમર્પિત કરતાં કહ્યું કે, આયુર્વેદને આધુનિક વિજ્ઞાન સાથે મળીને નવા રિસર્ચ કરવામાં આવી રહ્યા છે. આજે ગુજરાત અને રાજસ્થાનની જે સંસ્થાનોને અપગ્રેડ કરવામાં આવી છે તેથી મારો આગ્રહ છે કે એવો પાઠ્યક્રમ તૈયાર કરવામાં આવે જે આંતરરાષ્ટ્રીય સ્તરને અનુકૂળ હોય. આયુ રસાયણ શાસ્ત્ર વિષય પણ વધુ કામ કરવાની જરૂર છે.

  વડાપ્રધાને વધુમાં કહ્યું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ભારતમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન ઊભું કરી રહ્યું છે. આ સેન્ટરના માધ્મમથી પારંપરિક દવાઓમાં વધુ રિસર્ચને પ્રોત્સાહન આપવામાં આવશે.

  આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ કહ્યું કે, આ સમગ્ર માત્ર જામનગર કે ગુજરાત માટે નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવની વાત છે. આ સંસ્થાનમાં હાથ ધરવામાં આવેલા રિસર્ચથી આવનારા સમગ્ર ગુજરાત અને દેશને લાભ મળશે. આયુર્વેદના ક્ષેત્રમાં નવા રિસર્ચ થકી લોકોને વધુ લાભ પહોંચાડી શકાશે.

  આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને સંસ્થાન દેશમાં આયુર્વેદના પ્રતિષ્ઠિત સંસ્થાન છે. જામનગરની સંસ્થાનને સંસદના કાયદાના માધ્યમથી રાષ્ટ્રીય અગત્યની સંસ્થાન (INA)નો દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે જ્યારે જયપુરની સંસ્થાનને UGC દ્વારા માનદ યુનિવર્સિટીનો દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે.

  આ પણ વાંચો, જામનગર: રાજાશાહી વખતની આયુર્વેદ સંસ્થાનને મળ્યો રાષ્ટ્રીય દરજ્જો

  નોંધનીય છે કે, ધનતેરસના પાવન દિવસે વડાપ્રધાને ટ્વીટ કરીને સૌને શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ધનતેરસની આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ. ભગવાન ધન્વંતરિ દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવે.

  આ પણ વાંચો, ઓબામાએ પોતાના પુસ્તકમાં રાહુલને ગણાવ્યા નર્વસ, કહ્યું- તેઓ એવા સ્ટુડન્ટ જેમનામાં ઝનૂનનો અભાવ

  આયુષ મંત્રાલય (Ministry of AYUSH) 2016થી જ ધન્વંતરિ જયંતી (Dhanvantari Jayanti)ના પ્રસંગે દર વર્ષે આયુર્વેદ દિવસની ઉજવણી કરી રહ્યું છે. મંત્રાલય અનુસાર સંસદના કાયદાથી હાલમાં જ બનેલી જામનગરની ITRS વિશ્વસ્તરીય સ્વાસ્થ્ય દેખભાળ કેન્દ્રના રૂપમાં ઉભરવાનું છે. તેમાં 12 વિભાગ, ક્લીનિકલ પ્રયોગશાળાઓ અને ત્રણ રિસર્ચ પ્રયોગશાળાઓ છે.

  આ પણ વાંચો, નવાજ શરીફની દીકરીનો ઈમરાન ખાન પર મોટો આરોપ- જેલના બાથરૂમમાં લગાવ્યા હતા હિડન કેમરા

  આ પારંપરિક દવાના ક્ષેત્રમાં રિસર્ચ કાર્યમાં આગેવાન પણ છે. અહીં હાલ 33 પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. ITRAને ગુજરાત આયુર્વેદ વિશ્વવિદ્યાલય પરિસરના ચાર આયુર્વેદિક સંસ્થાનોને ભેગી કરીને બનાવવામાં આવ્યું છે. તે આયુષ ક્ષેત્રમાં પહેલી સંસ્થાન છે જેને INAનો દરજ્જો પ્રાપ્ત થયો છે.
  Published by:Mrunal Bhojak
  First published: