નરેન્દ્ર મોદી અને શાહે CAA-NRC પર દેશને ગુમરાહ કર્યો : સોનિયા ગાંધી

News18 Gujarati
Updated: January 13, 2020, 5:53 PM IST
નરેન્દ્ર મોદી અને શાહે CAA-NRC પર દેશને ગુમરાહ કર્યો : સોનિયા ગાંધી
તસવીર - ANI

નાગરિકતા સંશોધન કાનૂન (CAA) સામે સોમવારે દિલ્હીમાં વિપક્ષી પાર્ટીઓએ બેઠક કરી

  • Share this:
નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાનૂન (CAA) સામે સોમવારે દિલ્હીમાં વિપક્ષી પાર્ટીઓએ બેઠક કરી હતી. કોંગ્રેસના નેતૃત્વમાં બોલાવેલી આ મિટિંગ પછી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે સીએએ અને એનઆરસી પર પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રીએ દેશને ગુમરાહ કર્યા છે. તેમણે કહ્યું હતું કે જેએનયૂમાં બીજેપીએ છાત્રો પર જે હુમલો કરાવ્યો છે તેને દેશભરમાં જોયો છે. સરકારના આ પગલાંથી સ્પષ્ટ થયું છે કે તે દેશ ચલાવવામાં નિષ્ફળ છે.

સોનિયા ગાંધીએ કહ્યું હતું કે જેએનયૂ, જામિયા, બીએચયુ ,અલ્હાબાદ વિશ્વવિદ્યાલય, એએમયુ અને ઉચ્ચ શિક્ષાના અન્ય સંસ્થાઓમાં જે પણ કાંઈક બન્યુ તેના તરત પછી બીજેપી દ્વારા કરવામાં આવેલા હુમલાથી દેશમાં ડર જોવા મળ્યો. મોદી-શાહ સરકારની શાસન ચલાવવાની અને લોકોને સુરક્ષા આપવાની અસમર્થતાનો ખુલાસો થઈ ગયો છે.

આ પણ વાંચો - DSP દવિંદરની પૂછપરછ કરશે IB અને રો, છીનવાઇ શકે છે રાષ્ટ્રપતિ મેડલ

વિપક્ષી દળોની આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસ(TMC) ના સુપ્રીમો મમતા બેનરજી, બહુજન સમાવાદી પાર્ટીના પ્રમુખ માયાવતી સામેલ થયા ન હતા. આમ આદમી પાર્ટી અને શિવસેનાએ કહ્યું કે તેમને કોંગ્રેસની મિટિંગ વિશે કશું જ ખબર ન હતી. જેથી તે મિટિંગમાં હાજર રહ્યા ન હતા. આ મિટિંગમાં પહેલા ડીએમકે અને સમાજવાદી પાર્ટી આવશે તેવી ચર્ચા હતી પણ બંને પાર્ટીઓના નેતા પણ મિટિંગમાં હાજર રહ્યા ન હતા.

કોંગ્રેસના નેતૃત્વમાં બોલાવેલી વિપક્ષની બેઠકમાં 14 દળોએ ભાગ લીધો હતો. જેમાં NCP, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, સીપીએમ, સીપીઆઈ, રાષ્ટ્રીય જનતા દળ (RJD), એઆઈયૂડીએફ, આરએલડી, હમ સહિત અન્ય પાર્ટીઓ સામેલ રહી હતી.
First published: January 13, 2020, 5:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading