Home /News /national-international /દિલ્હીમાં આવતીકાલથી પ્રાથમિક શાળાઓ બંધ, પ્રદૂષણને મુદ્દે કેજરીવાલે કહ્યું- આ રાજકારણનો સમય નથી

દિલ્હીમાં આવતીકાલથી પ્રાથમિક શાળાઓ બંધ, પ્રદૂષણને મુદ્દે કેજરીવાલે કહ્યું- આ રાજકારણનો સમય નથી

દિલ્હીમાં પ્રદૂષણ ભયાનક સ્તરે, કેજરીવાલ સરકાર એક્શનમાં

Primary schools closed In Delhi: દિલ્હીની હવા સતત ઝેરીલી થતી જઈ રહી છે અને હવે રાષ્ટ્રીય રાજધાનીની વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) અતિ ગંભીર શ્રેણીમાં પહોંચવાની નજીક છે ત્યારે સરકારે પ્રાથમિક શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે.

    નવી દિલ્હી:  દિલ્હી-NCRમાં વધી રહેલા પ્રદૂષણને જોતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટો નિર્ણય લીધો છે. અરવિંદ કેજરીવાલે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે દિલ્હીની પ્રાથમિક શાળાઓ આવતીકાલથી આગામી આદેશ સુધી બંધ રહેશે. આ માટે નવી જાહેરાત કરવામાં આવશે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે.



    હવે આક્ષેપબાજી અને રાજકારણનો સમય નથી 

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઉત્તર ભારતને પ્રદૂષણથી બચાવવા માટે કેન્દ્રએ વિશેષ પગલાં લેવાની જરૂર છે. હવે આક્ષેપબાજી અને રાજકારણનો સમય નથી.

    અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઓડ-ઈવન પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. જો જરૂરી હોય તો, ઓડ-ઇવન લાગુ કરી શકાય છે. અને જ્યાં સુધી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી દિલ્હીમાં પ્રાથમિક શાળાઓ બંધ રહેશે.  અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું કે કોઈપણ બાળકને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે.

    વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) અતિ ગંભીર શ્રેણીમાં

    ઉલ્લેખનીય છે કે દિલ્હીની હવા સતત ઝેરીલી થતી જઈ રહી છે અને હવે રાષ્ટ્રીય રાજધાનીની વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) અતિ ગંભીર શ્રેણીમાં પહોંચવાની નજીક છે, ત્યારે આવી ખતરનાક હાલતને જોતા વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગે ગુરુવારે દિલ્હી અને આજૂબાજૂના વિસ્તાર એનસીઆર જિલ્લામાં ડીઝલવાળા ફોર વ્હીલર્સ વાહનોને ચાલવા અને રાષ્ટ્રીય રાજધાનીમાં ટ્રકના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. CAQMની સાથે જ દિલ્હી-એનસીઆરમાં બગડી રહેલી ગુણવત્તાને જોતા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના ચોથા તબક્કા અંતર્ગત કેટલાય ઉપાયો લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે.

    આ પણ વાંચો: દિલ્હીમાં 7 વર્ષમાં સૌથી ઓછો પ્રદૂષિત રહ્યો દિવાળી પહેલાનો આજનો દિવસ

    ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના અંતિમ તબક્કા અંતર્ગત પ્રદૂષણ વિરોધી ઉપાયોનો ભાગ તરીકે આ પગલું ઉઠાવ્યું છે. સીએક્યૂએમ દ્વારા જાહેર કરવામાં આવેલા એક આદેશ મુજબ, બીએસ 6વાળા વાહનો અને જરુરી તથા ઈમરજન્સી સેવામાં ઉપયોગ લેવાતા વાહનોને છૂટ આપવામાં આવી છે. આદેશમાં એવું પણ કહેવાયુ છે કે, રાજ્ય સરકાર શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરીને બિન ઈમરજન્સી, કોમર્શિયલ ગતિવિધિયો અને સમ વિષમના આધાર પર વાહનોને ચાલવાનો નિર્ણય લઈ શકે છે. ત્યારે આવા સમયે દિલ્હીમાં 3 લાખ ડીઝલવાળા હળવા વાહનો છે. જે બીએસ-વીઆઈ નિયમોનું પાલન નથી કરતા, જેના પર રોક લગાવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો ઘરેથી કામ કરવાની મંજૂરી પર નિર્ણય લઈ શકે
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Arvind kejrival, Delhi government, Delhi Pollution, Schools

    विज्ञापन
    विज्ञापन