UPમાં મંદિરનાં પૂજારીએ દલિત સફાઇ કર્મચારીઓને પાણી ન આપ્યું

News18 Gujarati
Updated: July 29, 2019, 2:34 PM IST
UPમાં મંદિરનાં પૂજારીએ દલિત સફાઇ કર્મચારીઓને પાણી ન આપ્યું
પ્રતિકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશનાં થાના ભવન ટાઉનમાં સફાઇ કર્મચારીઓ મંદિરની બાજુમાં ગટર સાફ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

  • Share this:
મુઝફ્ફરનગર: ઉત્તર પ્રદેશમાં દલિત પ્રત્યે ભેદભાવની વધુ એક ઘટના બની છે. આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશનાં મુઝફ્ફરનગરમાં સફાઇ કર્મચારીઓને મંદિરના પૂજારીએ પાણી ન આપવાની ના પાડી દીધી હતી. આ ભેદભાવનાં વિરોધમાં દલિતોએ પ્રદર્શન કર્યુ હતુ. આ ઘટના શામલી જિલ્લાનાં બની હતી તેમ જાણવા મળે છે.

ઉત્તર પ્રદેશનાં થાના ભવન ટાઉનમાં સફાઇ કર્મચારીઓ મંદિરની બાજુમાં ગટર સાફ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

ગટર સફાઇ કરતી વખતે સફાઇ કામદારોએ મંદિરનાં પ્રાંગણમાં આવેલા હેડપમ્પમાં પાણી લેવા ગયા હતા પણ મંદિરના પૂજારીએ ના પાડી દીધી હતી. એટલુ જ નહીં પણ પૂજારીએ પ્રાંગણના દરવાજા બંધ કરી દીધા હતા.

આ ઘટના બન્યા બાદ અનેક દલિત સંગઠનોએ આ ઘટનાને વખોડી હતી અને વિરોધ પ્રદર્શન કર્યા હતા. દલિતોએ આ પૂજારી સામે ગુનો નોંધવાની માગણી પણ કરી છે.

પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સલામતી વ્યવસ્થા ગોઠવી છે.
First published: July 29, 2019, 2:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading