અમેરિકામાં ભારતીય મૂળના શીખ ધર્મગુરુ સાથે મારપીટ, ગુરુદ્વારામાં તોડફોડ

ગુરુદ્વારાના સભ્ય અને મોડેસ્ટો સિટીના કાઉન્સિલમેન મની ગ્રેવાલે કહ્યું કે, આ હુમલો નફરત અને ધાર્મિક કટ્ટરતાથી પ્રેરિત હતો.

ગુરુદ્વારાના સભ્ય અને મોડેસ્ટો સિટીના કાઉન્સિલમેન મની ગ્રેવાલે કહ્યું કે, આ હુમલો નફરત અને ધાર્મિક કટ્ટરતાથી પ્રેરિત હતો.

 • Share this:
  અમેરિકાએ કેલિફોર્નિયામાં આવેલા ગુરુદ્વારાના ધર્મગુરુ સાથે વંશવાદ અને મારપીટ કરવાનો મામલો સામે આવ્યો છે. મૂળ ભારતના અમરજીત સિંહે જણાવ્યું કે,ગુરુવારે રાતે હુમલાખોરો તેમના ઘરની બારીઓ તોડીને ઘરમાં ઘુસ્યા અને મારઝુડ કરી હતી. હુમલાખોરોએ તેમને પોતાના દેશમાં પાછું જવા માટે કહ્યું હતું. અમરજીત સિંહ ગુરુદ્વારા મોડેસ્ટો સેરેસના ધર્મગુરુ છે.

  ગુરુદ્વારાના સભ્ય અને મોડેસ્ટો સિટીના કાઉન્સિલમેન મની ગ્રેવાલે કહ્યું કે, આ હુમલો નફરત અને ધાર્મિક કટ્ટરતાથી પ્રેરિત હતો. અમે જોઈ રહ્યાં છે આજકાલ આ પ્રકારની ઘટનાઓ સતત બની રહી છે. જો કે, પોલીસે કહ્યું કે, તેને નફરત ભરેલી ઘટના કહેવું પણ થોડી ઉતાવળ હશે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારબાદ જ કોઈ આધાર પર પહોંચી શકાશે.

  અહીં ક્લિક કરી વાંચોઃ પીળી સાડીવાળી ઓફિસરનો Tik Tok વાયરલ, લોકોએ કહ્યું- સપનાને મારશે ટક્કર

  સાંસદ જોશ હાર્ડર પ્રમાણે, હું શીખ સમુદાયના મિત્રો સાથે છું. દરેક અમેરિકી નાગરિકએ ભેદભાવરહિત, ધાર્મિક સ્વતંત્રતા વાળું વર્તન કરવું જોઈએ. આપણે આ માટે જવાબદાર લોકોની તપાસ કરવી જોઈએ.હાર્ડરે કહ્યું કે, સેન્ટ્રલ વેલીમાં લઘુમતી સમુદાય વિરોધી હિંસા ગુનાનો જ એક ભાગ છે. આ ફક્ત એક લઘુમતી સમુદાય પર હુમલો નહીં પણ તમામ લઘુમતી-શીખ, લેટિન, મુસ્લિમ, એલજીબીટીક્યૂ અને અન્યના વિરોધમાં પણ હુમલો છે
  Published by:Sanjay Vaghela
  First published: