નવી દિલ્હી: હવામાનના કારણે ઉત્પાદનમાં કમી અને વિલ્ટ રોગના કારણે આવનારા સમયમાં દાળની ઘરેલૂ કિંમતને કાબૂમાં કરવા માટે સરકારે આ વર્ષે લગભગ 10 લાખ ટન તુવેર દાળની આયાત કરશે અને તેના બફર સ્ટોકની મર્યાદા પણ વધારશે. સૂત્રોએ ગુરુવારે આ પ્રકારની જાણકારી આપી છે. ટોચના સૂત્રોનું કહેવું છે કે, 31 માર્ચ 2024 સુધી ખુલા લાયસન્સ દ્વારા દાળની આયાત કરવાનો પણ નિર્ણય લેવાયો છે. સૂત્રોએ કહ્યું છે કે, દાળની આયાત માટે સરકારે કેટલાય દેશો સાથે વાતચીત શરુ કરી દીધી છે. દાળના નિરીક્ષણમાં માપદંડોમાં પણ ઢીલાશ આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, સરકારી ડેટા અનુસાર, છેલ્લા છ મહિનામાં દાળના ભાવમાં 10 ટકાનો ઉછાળો આવ્યો છે. સૌથી વધારે તુવેર અને અડદની દાળના ભાવમાં જોવા મળ્યો છે. આગના ભાવ હવે ન વધે, એટલા માટે સરકારે આ પગલું ઉઠાવ્યું છે.
રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, કેબિનેટ સચિવ દ્વારા બોલાવામાં આવેલી જરુરી વસ્તુઓના ભાવની સમીક્ષા બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ મંત્રાલય અનુસાર, તુવેરની દાળ ઉત્પાદન 2022-23 વર્ષ (જૂલાઈ-જૂન)માં ગત વર્ષે 4.34 મિલિયન ટનથી ઓછુ થઈને 3.89 મિલિયન ટન રહેવાનું અનુમાન છે. સૂત્રોએ જણાવ્યું છે કે, મૌસમની સ્થિતી અને કર્ણાટક ગુલબર્ગા વિસ્તારમાં વિલ્ટ નામના રોગના કારણે તુવેરની દાળનું ઉત્પાદન ઓછી થયું છે. એટલા માટે સરકારે તેની આયાત કરવાની યોજના બનાવી છે. તુવેરની દાળ મુખ્ય રીતે પૂર્વી આફ્રિકી દેશો અને મ્યાનમારમાંથી આયાત થાય છે.
ગ્રાહક બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર, 12 જાન્યુઆરીએ દિલ્હીમાં તુવેર દાળની કિંમત 118 રૂપિયા પ્રતિ કિલો રહી, તો વળી 12 જૂલાઈએ દિલ્હીમાં તુવેરની દાળની કિંમત પ્રતિ કિલો 100 રૂપિયા હતી. આપને જણાવી દઈએ કે, ભારતમાં સૌથી વધારે લોકો તુવેરની દાળ ખાવાનું પસંદ કરે છે. આવનારા દિવસોમાં તેનું ઉત્પાદન ઘટવાથી ભાવ વધવાની શક્યતા છે. તેને જોતા સરકારે આ નિર્ણય કર્યો છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર