Home /News /national-international /Price Hike: CNG-PNG અને LPG સિલિન્ડરના ભાવ ફરી વધશે, સરકારે ઘરેલુ ગેસના ભાવ બમણા કર્યા
Price Hike: CNG-PNG અને LPG સિલિન્ડરના ભાવ ફરી વધશે, સરકારે ઘરેલુ ગેસના ભાવ બમણા કર્યા
Commercial gas cylinder cheaper by Rs 136
ઘરેલુ કુદરતી ગેસના ભાવમાં વર્ષમાં બે વખત સુધારો કરવામાં આવે છે. હવે ઓક્ટોબરમાં કિંમતમાં સુધારો કરવામાં આવશે. અમેરિકા, કેનેડા અને રશિયા જેવા મોટા ગેસ ઉત્પાદક દેશોમાં જારી કરાયેલ વાર્ષિક સરેરાશ કિંમતોના આધારે અહીં કુદરતી ગેસની કિંમતો નક્કી કરવામાં આવે છે.
મોંઘવારી (Inflation)ના મારથી પહેલાથી જ સામાન્ય જનતા પરેશાન છે ત્યારે ટૂંક સમયમાં વધુ એક વખત જનતાને મોંઘવારીનો આંચકો લાગી શકે છે. મોદી સરકારે (Modi government) કુદરતી ગેસના ભાવમાં બમણાથી વધુનો વધારો કર્યો છે. આ કારણે માત્ર એલપીજી સિલિન્ડર (LPG Gas Cylinder) જ નહીં પરંતુ સીએનજી અને પીએનજીના ભાવ પણ ટૂંક સમયમાં ફરી વધવાની આશા છે. તેનાથી કિચનનું બજેટ તો વધશે જ પરંતુ ભાડામાં પણ મોટો વધારો જોવા મળી શકે છે. પેટ્રોલ પહેલા જ સદી (રૂ. 100 પ્રતિ લિટરથી ઉપર) ફટકારી ચૂક્યું છે અને એલપીજી ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder) પણ હજારી બની ગયો છે.
ડબલ કરતાં વધુ વધારો
પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા ગુરુવારે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર, 2022 સુધી આગામી છ મહિના માટે સ્થાનિક કુદરતી ગેસની કિંમત 6.1 ડોલર પ્રતિ mmBtu (1 મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ) થઈ છે. 31 માર્ચના રોજ તેની કિંમત 2.9 ડોલર પ્રતિ mmBtu હતી.
ઘરેલુ કુદરતી ગેસના ભાવમાં વર્ષમાં બે વખત સુધારો કરવામાં આવે છે. હવે ઓક્ટોબરમાં કિંમતમાં સુધારો કરવામાં આવશે. અમેરિકા, કેનેડા અને રશિયા જેવા મોટા ગેસ ઉત્પાદક દેશોમાં જારી કરાયેલ વાર્ષિક સરેરાશ કિંમતોના આધારે અહીં કુદરતી ગેસની કિંમતો નક્કી કરવામાં આવે છે. આ મોટા ઉત્પાદકોની વાર્ષિક સરેરાશ કિંમત એક ક્વાર્ટર પહેલા સુધી લેવામાં આવે છે. એટલે કે જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2021 સુધીની સરેરાશ કિંમતના આધારે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધીની કિંમતો નક્કી કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર