નવી મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક પૂર્ણ, 5 જુલાઇએ યુનિયન બજેટ

News18 Gujarati
Updated: May 31, 2019, 8:18 PM IST
નવી મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક પૂર્ણ, 5 જુલાઇએ યુનિયન બજેટ
મોદી સરકાર 2.0ની પ્રથમ કેબિનેટ મિટીંગ યોજાઈ હતી.

વડાપ્રધાન મોદીની પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ રહી છે. નવ નિયુક્ત મંત્રીઓ આ કેબિનેટમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી :  નવી સરકાર બન્યા બાદ મોદી સરકારની પ્રથમ કેબિનેટ મિટિંગ મળી હતી, આ બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા, તો સાથે જ સંસદનું બજેટ સત્ર 17 જુનથી શરૂ થઇ 26 જુલાઇ સુધી ચાલવાનું સામે આવ્યું છે.

વડાપ્રધાન મોદીના મંત્રી મંડળે શુક્રવારે બપોરે વિધિવત્ત રીતે પોતાના ખાતાઓના ચાર્જ સંભાળ્યા હતા. ગૃહ મંત્રી અમિત શાહ સિવાય મોટા ભાગના કેબિનેટ મંત્રીઓએ પોતાની ઑફિસમાં જઈને ચાર્જ સંભાળી લીધા હતા. મંત્રીઓએ ચાર્જ લીધા બાદ આજે મોદી સરકારના પ્રથમ કેબિનેટ બેઠકનું આયોજન કરાયું હતું. વડાપ્રધાન મોદી સહીત અને તેમની મંત્રી મંડળના સભ્યો આ બેઠકમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ આ નિર્યણ કર્યો હતો. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યા બાદ પીએમ સ્કોલરશીપમાં વધારો કર્યો છે. પીએમ મોદીએ શહીદોના બાળકો માટે સ્કોલરપીશપમાં વધારો કર્યો છે.  પીએમ મોદીએ શહીદોના બાળકો માટે સ્કોલપશીપ 2 હજારથી વધારીને રૂ. 2500 કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ પીએમ મોદીની નવી સરકારની આ પ્રથમ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકાય છે. પીએમ મોદીની કલ્યાણકારી યોજનાઓ તેમજ આગામી દિવસોનું સરકારનું આયોજન અને તેનો એજન્ડા નવા મંત્રીઓને સોપાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે જ્યારે ચૂંટણીઓમાં મતદાન પણ સમાપ્ત નહોતું થયું તે પહેલાં જ પીએમ મોદી ભવિષ્યની તૈયારીમાં લાગી ગયા હતા.

 આ પણ વાંચો :  અમિત શાહે સંભાળ્યો ચાર્જ,નવા ગૃમંત્રી સામે હશે આ સાત પડકારો

મીડિયા અહેવાોલ મુજબ પીએમ મોદીની સરકારનો પ્રથમ 100 દિવસનો એજન્ડા તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ એજન્ડામાં મધ્ય અને ગરીબ લોકો માટે સહાયની યોજાનાઓ ઉપરાંત કૃષિ અને નાણા ક્ષેત્રની કામગીરીને અગ્રીમતા મળી શકે છે. ચોમાસાનું આયોજન અને દેશમાં સર્જાયેલી પાણીની અછત વિશે પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.પ્રથમ નિર્ણય અંગે ટ્વીટર પર વડાપ્રધાન મોદીએ આપી હતી કે અમારી સરકાર દેશની સુરક્ષા કરતા જવાનો અને તેમના બાળકો માટે તેમનો પ્રથમ નિર્ણય સમર્પિત કરે છે. અમે પ્રધાનમંત્રી સ્કોલરશીપમાં વધારો કર્યો હતો.સવારે પીએમ મોદીની કેબિનેટ અને મંત્રી મંડળને ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. દેશના પ્રથમ મહિલા નાણા મંત્રી તરીકે નિર્મલા સીતારમનનની નિયુક્ત કરવામાં આવી હતી જ્યારે અમિત શાહને ગૃહ વિભાગ સોંપવામાં આવ્યો હતો. ગત સરકારના ગૃહ મંત્રી રાજનાથ સિંહને સંરક્ષણ મંત્રીનો હવાલો સોંપાયો હતો તો બ્યૂરોક્રેટથી રાજનેતા બનેલા પૂર્વ વિદેશ સચિવ સુબ્રમણ્યન જયશંકરને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા હતા.
First published: May 31, 2019, 5:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading