કૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ

News18 Gujarati
Updated: September 20, 2020, 10:03 PM IST
કૃષિ બિલ ઉપર 6 મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ, રાજનાથ સિંહે કહ્યું, ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરાઈ
ફાઈલ તસવીર

રાજનાથે કહ્યું કે, હું આ પ્રકારના વ્યવહારને સંપૂર્ણપણે વખોડું છું. કૃષિ બિલ લઈને રાજનાથ સિંહે કહ્યું કે હું ખુદ ખેડૂત છું હું ખેડૂતોની મુશ્કેલીઓ સમજું છું.

  • Share this:
નવી દિલ્હીઃ કેન્દ્રિય રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Defence Minister Rajnath Singh)એ કૃષિ બિલ (Agriculture Bills) અને રાજ્યસભા (Rajyasabha)માં વિપક્ષના હંગામાઓ લઈને પાંચ અન્ય કેન્દ્રિય મંત્રીઓની સાથે પ્રેસ કોન્ફરન્સના રાજ્યસભામાં થયેલા હંગામા ઉપર રાજનાથ સિંહે કહ્યું કે આવી ઘટના સંસદની ગરિમાને અનુરુપ નથી. આને સંસદની ગરિમાને ઠેસ પહોંચી છે. રાજનાથ સિંહે કહ્યં કે કૃષિ બિલને લઈને વિપક્ષે જે રીતે હંગામો કર્યો તે લોકતાંત્રિક પ્રક્રિયાની સંપૂર્ણ પણે વિરુદ્ધમાં છે.

રાજનાથે કહ્યું કે, હું આ પ્રકારના વ્યવહારને સંપૂર્ણપણે વખોડું છું. કૃષિ બિલ લઈને રાજનાથ સિંહે કહ્યું કે હું ખુદ ખેડૂત છું હું ખેડૂતોની મુશ્કેલીઓ સમજું છું. આ સમકાર પણ ખેડૂતોની મુશ્કેલીઓને સમજે છે. કેન્દ્ર સરકાર એવા એક પણ પગલાં નથી ભરે જેનાથી કોઈપણ પ્રકારે ખેડૂતોને નુકસાન થાય.

વિપક્ષના હંગામાને લઈને રાજનાથ સિંહે કહ્યું કે આ ઘટના દુખદ હતી. દુર્ભાગ્યપૂર્ણ હતી. આ સાથે જ શરમજનક હતી. સંસદીય કાર્યવાહી સુચારુ રુપથી ચ લાવવા માટે સત્તા પક્ષની જવાબદારી બને છે. જેમાં વિપક્ષનો સહયોગ અપેક્ષિત છે. રાજનાથ સિંહે કહ્યું કે સામાન્ય ખેડૂતોની અંદર ખોટી ગેરસમજ ઊભી કરીને રાજનીતિક સ્વાર્થને સાધવાની કોશિશ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ-સુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર

આ બિલ લાગુ કર્યા બાદ સ્વાભાવિક રૂપથી ખેડૂોની આવક વધશે પરંતુ ખેડૂતો વચ્ચે ખોટી સમજ ઊભ કરવામાં આવી રહી છે કે એપીએમસી ખતમ કરી દેવામાં આવશે. કેપીએમસી સમાપ્ત કરી દેવાશે. રાજનાથ સિંહે કહ્યું કે હકીકત એવી છે કે આ બિલ પાસ થયા બાદ આપણા દેશમાં ખેડૂતો જ્યાં ઈચ્છે ત્યાં પોતાનો માલ વેચી શકશે.

આ પણ વાંચોઃ-ગજબનો કિસ્સોઃ ચોરી કરવા ઘરમાં ઘૂસેલા ચોરની થઈ એવી હાલત, જાણીને તમે પેટ પકડીને હસવા લાગશોખેડૂતોની આવક બેગણી કરવા ઉપર પણ થઈ રહ્યું છે કામ
રાજનાથ સિંહે કહ્યું કે, કેપીએમસી સમાપ્ત થઈ રહી નથી અને એપીએમસી પણ ખતમ થતી નથી. રાજનાથ સિંહ કહ્યું કે અમારી સરકારે ખેડૂતોની આવકને બે ગણી કરવાનું વચન આપ્યું છે તેના ઉપર પણ કામ કરી રહી છે.

આ પણ વાંચોઃ-કૃષિ બિલ રાજ્યસભામાં પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'

રાજનાથે કહ્યું કે રાજ્યસભાના સભાપતિ સાથે દુર્વવ્યવહાર થયો છે. જેને પ્રત્યક્ષ દેશ જોઈ રહ્યો હતો. હરિવંશજીએ પત્રકારિતાના ક્ષેત્રમાં ગણો સમય સુધી કામ કર્યું છે અને લોકો તેમનાથી સારી રીતે પરિચિત છે. જોકે, તેમના આસન સુધી જતું રહેવું અને ઊભા થઈને રુલ્સ બુકને ફાડી દેવી અને અન્ય કાગળોને ફાડવા અને આસન ઉપર ચડી જવું તે અશોભનીય વ્યવહાર છે.

સંસદીય ઈતિહાસમાં પહેલીવાર બની આવી ઘટના
રાજનાથ સિંહે કહ્યું કે જ્યાં સુધી હું જાણું છું ત્યા સુધી ભારતના સંસદીય ઈતિહાસમાં આવી ઘટના પહેલા ક્યારે નથી બની. સંસદીય પ્રક્રિયામાં વિશ્વાસ રાખનારા દરેક વ્યક્તિ આજે થયેલી ઘટનાથી દુઃખી છે. પ્રેસ કોન્ફરન્સમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહની સાથે થારવચંદ ગહેલોત, પ્રકાશ જાવડેકર, પીયુષ ગોયલ, મુખ્તાર અબ્બાસ નકવી પણ સામેલ હતા.
Published by: ankit patel
First published: September 20, 2020, 9:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading