Home /News /national-international /

જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહિના લંબાવવામાં આવે : અમિત શાહ

જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહિના લંબાવવામાં આવે : અમિત શાહ

ગૃહ મંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જમ્મુ-કાશ્મીર અનામત બિલ રજૂ કર્યુ

    ન્યૂઝ18 ગુજરાતી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે લોકસભામાં જમ્મુ-કાશ્મીર અનામત બિલ રજૂ કરી દીધું છે. તેઓએ સૌથી પહેલા ગૃહમાં જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનની અવધિ વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. તેઓએ કહ્યું કે ડિસેમ્બર 2018માં જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપશિ શાસન લાગ્યું હતું જે 2 જુલાઈ 2019ના રોજ પૂરું થઈ રહ્યું છે. ગૃહમંત્રીએ ગૃહને અનુરોધ કર્યો છે કે આ અવધિને 6 મહિના માટે લંબાવવામાં આવે.

    અમિત શાહે ગૃહને જણાવ્યું કે રમઝાન અને અમરનાથ યાત્રા વચ્ચે આવવાના કારણે ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણી કરાવવામાં અસમર્થ છે. ચૂંટણી પંચે આ વર્ષના અંત સુધી ચૂંટણી યોજવાનો નિર્ણય કર્યો છે. અનેક દાયકાઓથી આ મહિનાઓમાં ચૂંટણી નથી નથી.

    એવામાં જરૂરી છે કે 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસનને મંજૂરી આપવામાં આવે. ગૃહમાં પોતાની વાત શરૂ કરતાં પહેલા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે આ ગૃહની સામે હું બે પ્રસ્તાવ લઈને ઉપસ્થિત થયો છું. એક જમ્મુ-કાશ્મીરમાં જે રાષ્ટ્રપતિ શાસન ચાલી રહ્યું છે તેને અવધિ વધારવાનો અને બીજો જમ્મુ-કાશ્મીરના બંધારણના સેક્શન 5 અને 9 હેઠળ જે અનામતની જોગવાઈ છે તેમાં પણ સંશોધન કરીને કેટલાક બીજા ક્ષેત્રોને જોડવામાં આવે.

    આ પણ વાંચો, G-20 સમિટ : ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીના વખાણમાં કહી આ પાંચ વાત

    લોકસભામાં આરએસપી સાંસદ એનકે પ્રેમચંદ્રને જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો. તેની સાથે તેઓએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં રહેનારા લોકો ઘણા સમયથી અનામતની માંગ કરી રહ્યા હતા પરંતુ ચૂંટણી ફાયદો જોતાં હવે આ બિલને લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. પ્રેમચંદ્રને કહ્યું કે હું આ બિલનો વિરોધ કરું છું. તેઓએ કહ્યું કે, લોકસભા ચૂંટણીની સાથે જ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કેમ ન યોજવામાં આવી.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Home ministry, Jammu and kashmir, Jammu Kashmir, અમિત શાહ, જમ્મુ, લોકસભા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन