Home /News /national-international /

અરુણાચલમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ,કોંગ્રેસની અરજી પર આજે સુનાવણી

નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસનને પ્રણવ દાએ મંજુરી આપી દીધી છે. સરકાર અલ્પમતમાં આવતા કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી હતી. રાષ્ટ્રપતિ શાસન લગાવાતા રાજ્યના પુર્વ મુખ્યમંત્રી નાબામ તુકીએ કેન્દ્ર સરકાર સામે કાનુની લડતનું એલાન કર્યું છે. કોંગ્રેસ તરફથી સુપ્રીમમાં કરાયેલી અરજીની આજે સુનાવણી થશે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસનને પ્રણવ દાએ મંજુરી આપી દીધી છે. સરકાર અલ્પમતમાં આવતા કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી હતી. રાષ્ટ્રપતિ શાસન લગાવાતા રાજ્યના પુર્વ મુખ્યમંત્રી નાબામ તુકીએ કેન્દ્ર સરકાર સામે કાનુની લડતનું એલાન કર્યું છે. કોંગ્રેસ તરફથી સુપ્રીમમાં કરાયેલી અરજીની આજે સુનાવણી થશે.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ઉત્તરપૂર્વ ભારતના રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની જરૂર કેમ પડી તેના કારણ આપવા કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો હતો. જેના અનુસંધાનમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સોમવારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે પ્રણવ મુખરજીને એમ કહ્યું હોવાનું મનાય છે કે, અરુણાચલ પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર રીતે વણસી ગઇ છે.

અરુણાચલ પ્રદેશના સમગ્ર મામલા પર નજર કરીએ તો અહીં ૧૬મી ડિસેમ્બર ૨૦૧૫ના રોજ રાજકીય સંકટનો પ્રારંભ થયો હતો. રાજધાની ઇટાનગરમાં ભાજપના ૧૧ અને બે અપક્ષ ધારાસભ્યો સાથે કોંગ્રેસના ૨૧ બળવાખોર ધારાસભ્યોએ હાથ મિલાવી એક હંગામી સ્થળે સ્પીકર નાબામ રેબિયા સામે મહાભિયોગનો પ્રસ્તાવ લાવવા વિધાનસભાનું સત્ર બોલાવ્યું હતું. જેનો વિરોધ કરી મુખ્યમંત્રી નાબામ તુકી અને તેમના ૨૬ ધારાસભ્યોએ સત્રનો બહિષ્કાર કરી ગેરકાયદે અને ગેરબંધારણીય ગણાવ્યું હતું. તુકી સરકાર સામેના અવિશ્વાસ પ્રસ્તાવને ડેપ્યુટી સ્પીકર ટી નોર્બુ થોંગડોકે સ્વીકારી લીધો હતો.
First published:

Tags: અરુણાચલ પ્રદેશ, કેન્દ્ર સરકાર, દેશ વિદેશ, રાજકારણ, રાષ્ટ્રપતિ શાસન, વિવાદ, સીએમ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन