Home /News /national-international /President Droupadi Murmu: દ્રોપદી મુર્મૂ દેશના 15મા રાષ્ટ્રપતિ બન્યા, રચાયો ઇતિહાસ

President Droupadi Murmu: દ્રોપદી મુર્મૂ દેશના 15મા રાષ્ટ્રપતિ બન્યા, રચાયો ઇતિહાસ

દ્રોપદી મુર્મૂ આઝાદી પછી જન્મ લેનાર પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા

President Oath-taking Updates : મુખ્ય ન્યાયધીશ એનવી રમણે દ્રોપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના શપથ અપાવ્યા, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ કહ્યું- રાષ્ટ્રપતિ પદ પર મારી પસંદગી મારી વ્યક્તિગત ઉપલબ્ધિ નથી. આ દેશના દરેક ગરીબની ઉપલબ્ધિ છે

નવી દિલ્હી : દ્રોપદી મુર્મૂ (Droupadi Murmu)દેશના 15માં (Presidential Swearing Ceremony)રાષ્ટ્રપતિ બન્યા છે. મુખ્ય ન્યાયધીશ એનવી રમણે દ્રોપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના શપથ (President Oath-taking) અપાવ્યા છે. દ્રોપદી મુર્મૂએ પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બનીને ઇતિહાસ રચ્યો છે. દ્રોપદી મુર્મૂ આઝાદી પછી જન્મ લેનાર પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે. આ સિવાય તે સૌથી નાની ઉંમરના રાષ્ટ્રપતિ પણ બન્યા છે. પ્રતિભા પાટીલ પછી રાષ્ટ્રપતિ બનનાર તે બીજા મહિલા છે .

દ્રોપદી મુર્મૂએ દેશના સર્વોચ્ચ સંવૈધાનિક પર પર બેસાડવા માટે બધા સાંસદો અને ધારાસભ્યોનો આભાર માન્યો હતો. તેમણે પોતાના પ્રથમ ભાષણમાં કહ્યું કે રાષ્ટ્રપતિ પદ પર મારી પસંદગી મારી વ્યક્તિગત ઉપલબ્ધિ નથી. આ દેશના દરેક ગરીબની ઉપલબ્ધિ છે. દેશનો દરેક ગરીબ વ્યક્તિ મારામાં પોતાનું પ્રતિબંધ જોઇ શકે છે. હું ઓરિસ્સાાના જે ગામમાં જન્મી છું ત્યાં સ્કૂલ જવું એક સપનું હતું. હું પોતાના ગામમાંથી કોલેજ જનાર પ્રથમ યુવતી હતી.

તેમણે કહ્યું કે મારું નામાંકન એ વાતનું પ્રમાણ છે કે ભારતમાં ગરીબ ફક્ત સપના જ જોઇ શકતા નથી પણ તે સપનાને પુરા પણ કરી શકે છે. બધા ભારતીયોની અપેક્ષાઓ, આકાંક્ષાઓ અને અધિકારોના પ્રતિક, સંસદમાં ઉભા થઇને હું બધાનો નમ્રતાપૂર્વક આભાર વ્યક્ત કરી છું. આ નવી જવાબદારી નિભાવવા માટે તમારો વિશ્વાસ અને સમર્થન મારા માટે એક મોટી તાકાત હશે.







આ પણ વાંચો - 70 વર્ષમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્યારેય વિપક્ષ ઉમેદવાર જીતી શક્યો નથી

સમારોહમાં ઉપ રાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન એમ.વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, મંત્રી, રાજ્યપાલ, મુખ્યમંત્રી અને અલગ-અલગ દેશના રાજદૂત, સંસદ સદસ્ય અને પ્રમુખ સૈન્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

શપથ ગ્રહણ સમારોહમાં દ્રોપદી મુર્મૂના દીકરી ઇતિશ્રી અને જમાઇ ગણેશ હેમબ્રમ પણ સામેલ થયા હતા. મુર્મૂના ભાઇ તારિનસેન ટુડુ અને ભાભી સુકરી ટુડુ તેમના માટે સંથાલી સાડી અને આદિવાસીઓની પારંપરિક મીઠાઇ અરિસા પીઠા લાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રોપદી મુર્મૂને 6,76,803 મત મળ્યા હતા. જ્યારે વિપક્ષના ઉમેદવાર યશંવત સિન્હાને 3,80,177 મતો મળ્યા હતા.
First published:

Tags: Droupadi Murmu, રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ ચૂંટણી

विज्ञापन