Home /News /national-international /

presidential election 2022 - યશવંત સિંહાએ TMCમાંથી આપ્યું રાજીનામું, વિપક્ષે બનાવ્યા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર : સૂત્ર

presidential election 2022 - યશવંત સિંહાએ TMCમાંથી આપ્યું રાજીનામું, વિપક્ષે બનાવ્યા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર : સૂત્ર

યશવંત સિન્હા

presidential election 2022 : વિપક્ષની પસંદગી તરીકે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ભારતના નાણા અને વિદેશ મંત્રી તરીકે સેવા આપી ચૂકેલા યશવંત સિંહા (Yashwant Sinha) તૃણમૂલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમણે 2018માં ભાજપ છોડી દીધું હતું.

વધુ જુઓ ...
    presidential election 2022 : તૃણમૂલ કોંગ્રેસ (trinamool congress) ના નેતા યશવંત સિન્હા (Yashwant Sinha) એ મંગળવારે પાર્ટી છોડવાના નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે, તેઓ હવે વધુ વિપક્ષી એકતાના વ્યાપક રાષ્ટ્રીય ઉદ્દેશ્ય માટે કામ કરશે. ઘણા દિવસોથી એવી અટકળો ચાલી રહી છે કે, તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહાને સંયુક્ત વિપક્ષના ઉમેદવાર તરીકે નામ આપશે. યશવંત સિન્હાએ ટ્વીટ કર્યું, “તૃણમૂલ કોંગ્રેસમાં મને આપવામાં આવેલા સન્માન માટે હું મમતાજીનો આભારી છું. હવે સમય આવી ગયો છે કે, જ્યારે વિપક્ષી એકતાના વ્યાપક રાષ્ટ્રીય હેતુ માટે મારે પાર્ટીથી અલગ થવું પડશે. મને ખાતરી છે કે તે (મમતા) તેને મંજૂરી આપશે."

    દેશમાં 18 જુલાઈએ યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષી પાર્ટીઓ તેમના સંયુક્ત ઉમેદવારને નક્કી કરવા માટે મંગળવારે દિલ્હીમાં બેઠક કરવા જઈ રહી છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિન્હાએ મંગળવારે સવારે એક ટ્વીટ પોસ્ટ કર્યું, જે એવી અટકળોને વેગ આપી શકે છે કે તેમને 18 જુલાઈની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષી ઉમેદવાર તરીકે ગણવામાં આવે છે. ચર્ચા વચ્ચે, જ્યારે હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા પૂછવામાં આવ્યું, તો યશવંત સિંહાએ કહ્યું કે, તેઓ તેમના ટ્વિટને આગળ વધારવા માંગતા નથી.

    જો કે, સૂત્રોએ સૂચવ્યું છે કે તેમને વિપક્ષની પસંદગી તરીકે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ભારતના નાણા અને વિદેશ મંત્રી તરીકે સેવા આપી ચૂકેલા યશવંત સિંહા તૃણમૂલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમણે 2018માં ભાજપ છોડી દીધું હતું.
    Published by:kiran mehta
    First published:

    Tags: Opposition, Yashwant sinha

    આગામી સમાચાર