Home /News /national-international /

President Election: રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન, દ્રોપદી મુર્મૂ કે યશવંત સિન્હા, કોણ મારશે બાજી?

President Election: રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન, દ્રોપદી મુર્મૂ કે યશવંત સિન્હા, કોણ મારશે બાજી?

એનડીએએ દ્રોપદી મુર્મૂને ( Droupadi Murmu)ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે યશવંત સિન્હા (Yashwant Sinha)વિપક્ષના ઉમેદવાર છે

Presidential Election Updates : 21 જુલાઇએ પરિણામ જાહેર થશે, 24 જુલાઇના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે. નવા રાષ્ટ્રપતિ 25 જુલાઇના રોજ શપથ લેશે

    નવી દિલ્હી : દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે સોમવારે મતદાન (President Election) થયું.  આ વખતે એનડીએએ દ્રોપદી મુર્મૂને ( Droupadi Murmu)ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે યશવંત સિન્હા (Yashwant Sinha)વિપક્ષના ઉમેદવાર છે. રાજ્યોની વિધાનસભા અને સંસદ ભવનમાં મતદાન થઇ રહ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લગભગ 4800 મતદાતા (સાંસદ અને ધારાસભ્ય) વોટિંગ કરશે. 21 જુલાઇએ પરિણામ જાહેર થશે. ત્યારે ખબર પડશે કે દેશના 15માં રાષ્ટ્રપતિ કોણ બનશે. 24 જુલાઇના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે. નવા રાષ્ટ્રપતિ 25 જુલાઇના રોજ શપથ લેશે.

    દ્રોપદી મુર્મૂ પાસે નાની-મોટી કુલ 27 પાર્ટીઓનું સમર્થન

    એનડીએના ઉમેદવાર દ્રોપદી મુર્મૂ પાસે નાની-મોટી કુલ 27 પાર્ટીઓનું સમર્થન છે. તેમના સમર્થનમાં એનડીએની સાથે ના હોય તેવા દળો પણ આવ્યા છે. જેમને યશવંત સિન્હાના સમર્થક માનવામાં આવે છે. સમાજવાદી પાર્ટીના સહયોગી દળ સુભાસપાના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભર સિવાય નિષાદ પાર્ટી અને અપના દળ (એસ), બસપા અને રાજા ભૈયાની પાર્ટી દ્રોપદી મુર્મૂને સમર્થન આપી રહ્યા છે. શિવપાલ સિંહ યાદવ પણ મુર્મૂના પક્ષમાં વોટ કરશે. આ સિવાય એનડીએના ઉમેદવારને જેડીયૂ, એલજેપી, એજીપી, બીજૂ જનતા દળ, વાઇએસઆર કોંગ્રેસ, ટીડીપી, જનતા દળ (એસ), શિરોમણી અકાલી દળ, જેએમએમ, યૂડીપી, શિવસેના, પીએમકે, એઆઈએનઆર કોંગ્રેસ, જનનાયક જનતા પાર્ટી, એઆઈડીએમકે, આઈપીએફટી, યૂપીપીએલ, રિપબ્લિકન પાર્ટી ઓફ આઠવલે, એનપીપી, એનપીએફ, એમએનએફ, એનડીપીપી અને એસકેએમનું સમર્થન છે. તેમના સમર્થનમાં જે રીતે વિપક્ષી દળો છે તે જોતા 6.65 લાખ મૂલ્યથી વધારે વોટ મળવાની સંભાવના છે.

    આ પણ વાંચો - ભારતની પ્રાઇવેટ કંપનીઓ બનાવી શકશે મિલિટ્રી હેલિકોપ્ટર, રક્ષા મંત્રાલયથી જલ્દી મળશે મંજૂરી

    યશવંત સિન્હા સાથે છે આ દળ

    વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને અત્યાર સુધી કોંગ્રેસ, એનસીપી, ટીએમસી, સમાજવાદી પાર્ટી, સીપીઆઈ (એમ), આરએલડી, આરએસપી, આમ આદમી પાર્ટી, ટીઆરએસ, ડીએમકે, નેશનલ કોન્ફેસ, ભાકપા, કેરલ કોંગ્રેસ (એમ) જેવા દળ સમર્થન કરે છે. વિપક્ષના ઉમેદવાર પાસે અત્યાર સુધી 3 લાખ 89 હજાર મૂલ્યના વોટ છે.

    દ્રોપદીનું મુર્મૂને જે રીતે સમર્થન મળી રહ્યું છે તે જોતા તેમનો વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. જો દ્રોપદી મુર્મૂ આ ચૂંટણીમાં જીત મેળવશે તો તે દેશના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બનશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Droupadi Murmu, Yashwant sinha

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन