Home /News /national-international /

રાષ્ટ્રપતિની ચૂંટણી : તારીખની જાહેરાત બાદ ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યા આરિફ મોહમ્મદ ખાન, શું બનશે આગામી રાષ્ટ્રપતિ?

રાષ્ટ્રપતિની ચૂંટણી : તારીખની જાહેરાત બાદ ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યા આરિફ મોહમ્મદ ખાન, શું બનશે આગામી રાષ્ટ્રપતિ?

કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન

Presidential election 2022 : ચૂંટણીની તારીખની જાહેરાત સાથે, સામાન્ય લોકો ટ્વિટર પર અનુમાન લગાવવા સાથે યોગ્ય ઉમેદવારોના નામ સૂચવવાનું શરૂ કર્યું. ચૂંટણીની જાહેરાતના કલાકોમાં જ આરિફ મોહમ્મદ ખાન (Arif Mohammad Khan) નું નામ ભારતમાં ટ્વીટર પર ટોપ 10માં ટ્રેન્ડ થવા લાગ્યું.

વધુ જુઓ ...
  નવી દિલ્હી: રાષ્ટ્રપતિ ચૂંટણી 2022 (Presidential election) ની તારીખની જાહેરાત સાથે, ગુરુવારે આ ટોચના બંધારણીય પદ માટે લાયક ઉમેદવારો માટે રાજકીય વર્તુળોમાંથી સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચા શરૂ થઈ. આ ચર્ચાઓમાં, ખાસ કરીને સોશિયલ મીડિયા પર, કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન (Arif Mohammad Khan) થી લઈને ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સુધીના ઉમેદવારો તરીકે સૌથી વધુ ચર્ચામાં રહેલા રાજકારણીઓ અથવા સેલિબ્રિટીઓના નામ સામેલ છે.

  ટ્વિટર પર આ લોકોના નામની ચર્ચા

  ટ્વિટર પર કેટલાક લોકો રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે મૂળ ઓડિશાના અને બે વકતના ધારાસભ્ય તથા જેમણે એક વખત રાજ્ય મંત્રી તરીકે પણ સેવા આપી હતી અને ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ દ્રૌપદી મુર્મુ, છત્તીસગઢના રાજ્યપાલ અનુસુયા ઉઇકે, કેટલાક તો રતન ટાટા અને કેટલાક લોકોએ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનું નામ પણ સૂચવ્યું છે.

  પૂર્વ AAP નેતાએ કર્યો દાવો

  આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હી સરકારના પૂર્વ પ્રધાન સોમનાથ ભારતીએ વિશ્વસનીય સૂત્રોને ટાંકીને દાવો કર્યો હતો કે, ખાન આ પદ માટેના સૌથી મજબૂત દાવેદારોમાંના એક છે. તેમણે ટ્વીટ કર્યું, "વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, કેરળના વર્તમાન રાજ્યપાલ જનાબ આરિફ મોહમ્મદ ખાન ભારતના રાષ્ટ્રપતિ પદના સૌથી મજબૂત દાવેદાર છે. તે માનવું પણ યોગ્ય છે. અસામાજિક તત્વોને કારણે સમગ્ર વિશ્વમાં જે ભારત વિરોધી ધારણા સર્જાઈ રહી છે, નરેન્દ્ર મોદીજી તેનો જવાબ શોધી રહ્યા છે.

  ચૂંટણી પંચે ગુરુવારે જાહેરાત કરી હતી કે, આગામી પ્રમુખની ચૂંટણી 18 જુલાઈના રોજ થશે અને મતગણતરી 21 જુલાઈએ થશે. આ ચૂંટણીમાં, સાંસદો અને ધારાસભ્યોની બનેલી ઇલેક્ટોરલ કૉલેજના 4,809 સભ્યો વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અનુગામીની પસંદગી કરશે.

  ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત છે

  લોકસભા અને રાજ્યસભા તેમજ અનેક રાજ્યોની વિધાનસભાઓમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ની તાકાતને જોતાં, કેન્દ્રમાં સત્તાધારી પક્ષ આગામી ચૂંટણીમાં તેમના ઉમેદવારની જીત સરળતાથી સુનિશ્ચિત કરી શકે તેવી સ્થિતિમાં છે.

  ભાજપમાં હજુ સુધી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઈને કોઈ ઔપચારિક ચર્ચા પણ શરૂ થઈ નથી. જો કે, જ્યારે આ અંગે ભાજપના એક નેતા સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે આવા નિર્ણયો ભાજપના સંસદીય બોર્ડમાં લેવામાં આવે છે અને પછી તેમની જીત સુનિશ્ચિત કરવા માટે તમામ પક્ષો વચ્ચે સર્વસંમતિ રચાય છે.

  "સોશિયલ મીડિયા પર ઘણા નામોની ચર્ચા થઈ શકે છે, પરંતુ ભાજપમાં તેના વિશે કોઈ ચર્ચા થઈ નથી. છેલ્લી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ શું થયું તે તમે જોયું જ હશે... મોદીજીના નિર્ણયો ઘણીવાર ચોંકાવનારા હોય છે.

  છેલ્લી રાષ્ટ્રપતિની ચૂંટણી 17 જુલાઈ 2017ના રોજ યોજાઈ હતી

  2017માં છેલ્લી રાષ્ટ્રપતિની ચૂંટણી 17 જુલાઈના રોજ યોજાઈ હતી અને મત ગણતરી 20 જુલાઈએ થઈ હતી. કોવિંદે પૂર્વ લોકસભા સ્પીકર અને વિપક્ષી ઉમેદવાર મીરા કુમારને લગભગ 3,34,730 મતોના માર્જિનથી હરાવ્યા હતા. કોવિંદની ઉમેદવારીની જાહેરાત પહેલા રાજકીય વર્તુળોમાં ઘણા નામો જોરશોરથી ચાલી રહ્યા હતા, પરંતુ જ્યારે તત્કાલિન ભાજપ અધ્યક્ષ અમિત શાહે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ તેમના નામની જાહેરાત કરી ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

  જો કે, ચૂંટણીની તારીખની જાહેરાત સાથે, સામાન્ય લોકો ટ્વિટર પર અનુમાન લગાવવા સાથે યોગ્ય ઉમેદવારોના નામ સૂચવવાનું શરૂ કર્યું. ચૂંટણીની જાહેરાતના કલાકોમાં જ આરિફ મોહમ્મદ ખાનનું નામ ભારતમાં ટ્વીટર પર ટોપ 10માં ટ્રેન્ડ થવા લાગ્યું.

  લોકોએ કેરળના રાજ્યપાલને કહ્યું, લાયક ઉમેદવાર

  ટ્વિટર યુઝર રિટાયર્ડ મેજર અમિત બંસલે એક ટ્વિટમાં કહ્યું કે, “વ્યક્તિગત રીતે હું માનું છું કે રાષ્ટ્રપતિ પદ માટે સૌથી યોગ્ય ઉમેદવાર આરિફ મોહમ્મદ ખાન છે. હું તેના શહેરમાંથી આવ્યો છું અને તેમને ઓળખું છું, તેથી હું નિશ્ચિતપણે કહી શકું છું. ભારત તેમની નસોમાં દોડે છે. ભારત તેમના મનમાં પડછાયો બનીને રહે છે અને તેઓ એક સાચા દેશભક્ત છે જે દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે.

  કેટલાક ટ્વિટર યુઝર્સે તો એમ પણ લખ્યું હતું કે ખાનને રાષ્ટ્રપતિ બનાવવો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બીજો "માસ્ટર સ્ટ્રોક" હશે.

  આ પણ વાંચોદારૂડીયો મરઘો : દારૂ પીવામાં ભલ-ભલાને પાછળ છોડી દે છે, એક મહિનામાં હજારોનો દારૂ પી જાય છે

  આવા જ એક યુઝરે લખ્યું છે કે, આનાથી ભાજપની મુસ્લિમ વિરોધી હોવાની છબિ સુધરશે અને પયગંબર મોહમ્મદ વિશે ભાજપના કેટલાક નેતાઓ દ્વારા કરવામાં આવેલી તાજેતરની ટિપ્પણીઓને કારણે વિશ્વવ્યાપી આક્રોશમાં ઘણો ઘટાડો થશે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bjp president, Election 2022, President Ram Nath Kovind, Presidential, રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ ચૂંટણી

  આગામી સમાચાર