અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી : હાલ ભારત સાથે કોઈ ઘર્ષણમાં ન ઉતરે

News18 Gujarati
Updated: August 23, 2019, 9:25 AM IST
અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી : હાલ ભારત સાથે કોઈ ઘર્ષણમાં ન ઉતરે
ઈમરાન ખાન અને ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ ફોટો)

અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું છે કે, એલઓસી પર કોઈ પણ પ્રકારની ઘૂસણખોરીનો પ્રયાસ ન કરે

  • Share this:
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ચેતવણી આપતાં સરહદે (LoC) પર ઘૂસણખોરી રોકવાનું સૂચન કર્યુ છે. ટ્રમ્પે પાકિસ્તાનને કહ્યું કે તે ભારત સાથે હાલમાં કોઈ પ્રકારનું ઘર્ષણ ન કરે. તેની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે તે ભારત પર હુમલો કરનારા તમામ આતંકી સમૂહો પર રોક લગાવે અને તેમના પર સમગ્રપણે પ્રતિબંધ લાદવા ભારતની મદદ કરે.

ટ્રમ્પ સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જી7 સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પ કાશ્મીર મુદ્દે ચર્ચા કરી શકે છે. આ અવસરે વડાપ્રધાન મોદી કાશ્મીર પર પોતાની સરકારના પ્લાન વિશે પણ ચર્ચા કરી શકે છે. પાકિસ્તાન સતત કાશ્મીર મુદ્દે માનવાધિકાર ઉલ્લંઘન સાથે જોડી રહ્યું છે. પાકિસ્તાન આ મુદ્દે દુનિયાથી મદદની અરજ કરી રહ્યું છે પરંતુ કોઈ પણ દેશ તેનો સાથ આપવા તૈયાર નથી.

આ પણ વાંચો, 2022 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડૉલર કરવાનો ટાર્ગેટ : PM મોદી 

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી જી7 સમિટમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચ્યા છે. આ દરમિયાન ફ્રાન્સે કહ્યું છે કે કાશ્મીર ભારત અને પાકિસ્તાનની વચ્ચે દ્વિપક્ષીય મામલો છે અને બંને પક્ષોને ડિપ્લોમેટિક મંત્રણથી મતભેદોને ઉકેલવા જોઈએ અને તણાવ વધારનારું કોઈ પણ પગલું ઉઠાવવાથી બચવું જોઈએ.

પાકિસ્તાન સરકાર પર કાશ્મીરને વેચવાનો આરોપ

પાકિસ્તાન સરકાર પર આંતરરાષ્ટ્રીય કાવતરા હેઠળ કાશ્મીરને વેચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને સરકારને પાડવા માટે વહેલી તકે ઇસ્લામાબાદને ઘેરવાની ચેતવણી ગઈ છે. આ આરોપ બીજા કોઈએ નહીં પરંતુ પાકિસ્તાનના સંયુક્ત વિપક્ષના મલ્ટી-પાર્ટી કોન્ફરન્સે પાકિસ્તાન સરકાર પર આંતરરાષ્ટ્રીય કાવતરા હેઠળ કાશ્મીરને વેચવાનો આરોપ લગાવ્યો છે અને સરકારને પાડવા માટે વહેલી તકે રાષ્ટ્રીય રાજધાનીને ઘેરવાની ચેતવણી આપી છે.

આ પણ વાંચો, PAKમાં ઇમરાન સામે વિરોધ વધ્યો, PM મોદીને કાશ્મીર વેચી દીધું હોવાનો આરોપ લાગ્યો
First published: August 23, 2019
વધુ વાંચો
अगली ख़बर