અરૂણાચલમાં રાષ્ટ્રપતિ શાસન પર ભડકી કોંગ્રેસ, રાષ્ટ્રપતિને કરાશે અપીલ

Parthesh Nair | IBN7
Updated: January 25, 2016, 3:44 PM IST
અરૂણાચલમાં રાષ્ટ્રપતિ શાસન પર ભડકી કોંગ્રેસ, રાષ્ટ્રપતિને કરાશે અપીલ
નવી દિલ્હી# અરૂણાચલ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને કોંગ્રેસે બંધારણીય જનાદેશ અને લોકશાહીને ગળે ટૂંપા સમાન ગણાવી છે.

નવી દિલ્હી# અરૂણાચલ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને કોંગ્રેસે બંધારણીય જનાદેશ અને લોકશાહીને ગળે ટૂંપા સમાન ગણાવી છે.

  • IBN7
  • Last Updated: January 25, 2016, 3:44 PM IST
  • Share this:
નવી દિલ્હી# અરૂણાચલ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને કોંગ્રેસે બંધારણીય જનાદેશ અને લોકશાહીને ગળે ટૂંપા સમાન ગણાવી છે. આ મામલે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાની હેઠળ મંગળવારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે મુલાકાત કરશે.

પૂર્વ કેન્દ્રિય મંત્રી આરપીએમ સિંહે કેન્દ્રના આ નિર્ણય પર સત્તાધારી પાર્ટી બીજેપી પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ ઉત્તર-પૂર્વમાં સત્તા હાસિલ કરવા માટે ઉતાવળમાં છે. સિંહે અરૂણાચલ પર કેન્દ્ર દ્વારા લેવામાં આવેલ પગલાને લોકતંત્રની હત્યા ગણાવી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કોંગ્રેસના સમર્થનમાં જોવા મળ્યા હતા. કેજરીવાલે છત્રસાલ સ્ટેડિયમમાં અરૂણાચલમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણને લઇને મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, આવનાર નંબર દિલ્હીનો છે.

તો આ તરફ, રાજ્યમાં કોંગ્રેસના ઇંચાર્જ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી નારાયણ સામીએ જણાવ્યું કે, તેમને આ વાતની જાણકારી મીડિયાના માધ્યમથી મળી છે. સામીએ કહ્યું કે, મુખ્યમંત્રીને વિશ્વાસમાં લીધા વગર જ કેન્દ્રએ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી છે. રાજભવન આ સમયે બીજેપીનું હેડક્વાર્ટરમાં બદલી ગયુ છે અને રાજ્યપાલ પાર્ટીના એજન્ટના રૂપમાં કામ કરી રહ્યાં છે. સામીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી આ મામલે કાયદાકીય સલાહ લેશે.

કેન્દ્ર સરકારમાં મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આ મામલામાં સરકારના બચાવમાં આવ્યા છે અને કહ્યું કે, રાજ્યમાં સંકટની પરિસ્થિતિ છે અને કેન્દ્ર પોતાનું કામ કરી રહી છે.

જાણોઃ અરૂણાચલમાં ચાલી રહેલું રાજકીય સંકટનું કારણ શું છે? કેમ કેન્દ્રએ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી છે?- નવેમ્બર 8, 2015એ કાલિખો પુલના નેતૃત્વમાં 21 કોંગી ધારાસભ્યોએ સીએમ તુકીને 'નિરંકુશ' ગણાવતા એક નિવેદન જાહેર કર્યું હતુ.

- નવેમ્બર 19, 2015એ રાજ્ય બીજેપીએ રેબિયાને સ્પીકર પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ સ્વીકાર કર્યો હતો.

- ડિસેમ્બર 10, 2015એ રાજ્યપાલ જે.પી.રાજખોવાએ 14-16 જાન્યુઆરીની જગ્યા વિધાનસભા સત્રની કાર્યવાહીને આગળની તારીખ 16-18 ડિસેમ્બરમાં ખસેડી હતી.

- ડિસેમ્બર 15, 2015 રેબિયાએ કોંગ્રેસના બાગી 21 માંથી 14 ધારાસભ્યોને કાર્યવાહીના માટે અયોગ્ય જાહેર કર્યા હતા.

- ડિસેમ્બર 16, 2015 સરકારે વિધાનસભાને બંધ કરાવી હતી, પોલીસ બળ તૈનાત કરાયું હતુ, પરંતુ ડે.સ્પીકર ટીએન થોંગડોકે સ્પીકર રેબિયાને પડકાર આપતા એક કોમ્યુનિટી હોલમાં 33 ધારાસભ્યોની સાથે બેઠક યોજી.

-ડિસેમ્બર 17, 2015એ બાગીઓએ તુકીના વિરૂદ્ધ જવાનો નિર્ણય લીધો અને પુલને સીએમના રૂપમાં પસંદ કર્યા હતા.

- 5 જાન્યુઆરી, 2016એ હાઇકોર્ટે 14 કોંગી ધારાસભ્યોને અયોગ્ચ ઠેરાવવાના આદેશ પર સ્ટે આપ્યો.

- 13 જાન્યુઆરી, 2016એ હાઇકોર્ટે અસહમતિના પક્ષમાં આદેશ આપ્યો.

- 13 જાન્યુઆરી, 2016એ સુપ્રીમ કોર્ટે 18 જાન્યુઆરી સુધી વિધાનસભા સત્ર પર રોક લગાવી હતી.

- 14 જાન્યુઆરી, 2016એ સુપ્રીમ કોર્ટે તમામ અરજીઓને બંધારણીય બેન્ચને સુપરત કરી હતી.

- 24 જાન્યુઆરી, 2016એ કેન્દ્રિય કેબિનેટે અરૂણાચલમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી હતી.
First published: January 25, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading