રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 15 ડિસેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યુ હતું. અનેક મહાનુભાવો મુલાકાત લેશે.

  • Share this:
    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, કે, ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી તા. ૧૫મી ડિસેમ્બરે સરદાર પટેલની પ્રતિમા-સ્ટેચ્યુ ઓફ યુનિટી-ની મુલાકાત લેશે. તેમણે જણાવ્યું કે, વાઇબ્રન્ટ સમિટ પહેલા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પધારનાર છે. આવનારા દિવસોમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રના મંત્રીઓ, વરિષ્ઠ સચિવઓ, ઉદ્યોગપતિઓ તથા સમાજના અગ્રગણ્ય નાગરિકો તથા કલાકારો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબને શ્રધ્ધાસૂમન અર્પણ કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે

    આજે શુક્રવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભારતની એકતા અખંડિતતાનો વિશ્વને સાક્ષાત્કાર કરાવીને આવનારી પેઢીઓ સુધી એક ભારત-શ્રેષ્ઠ ભારતનો ભાવ પ્રેરિત કરતા વિશ્વના સૌથી ઊંચા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ સરદાર સાહેબની વિરાટત્તમ પ્રતિમાની નિરીક્ષણ મુલાકાત કેવડીયા પહોંચીને કરી હતી.

    વિજય રૂપાણીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી સાથે વેલી ઓફ ફલાવર્સ, ટેન્ટ સિટી, સરદાર સાહેબના જીવન કવનના પ્રદર્શન, વોલ ઓફ યુનિટી સહિતના સમગ્ર પરિસરની મુલાકાતમાં સાથે રહીને વિસ્તૃત વિવરણ આપ્યું હતું. ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રીએ સરદાર સાહેબને ભાવાંજલિ આપતાં કહ્યું કે, દેશની એકતા અખંડિતતાના આ શિલ્પીની વિરાટત્તમ પ્રતિમા રાષ્ટ્રની વૈશ્વિક ઓળખ બની છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન અને દ્રઢ સંકલ્પ સાથે સરદાર સાહેબની વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાવીને સરદાર સાહેબ અને ગુજરાતનું ગૌરવ ઉન્નત કર્યુ છે.

    આ અવસરે નર્મદા નિગમના સીએમડી એસ.એસ.રાઠોર, નિગમના સંયુકત વહીવટી સંચાલક સંદીપકુમાર, જિલ્લા કલેકટર આર.એસ.નિનામા, જિલ્લા વિકાસ અધિકારી ર્ડા.જીમ્‍સી વિલિયમ્‍સ, નાયબ વન સંરક્ષક ર્ડા.કે.શશીકુમાર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુરુવારે નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યુ હતું.
    Published by:Vijaysinh Parmar
    First published: