ગવર્નર કોન્ફરન્સમાં PM મોદીએ કહ્યું, શિક્ષણ નીતિમાં સરકારની દખલ ઓછી હોવી જોઈએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દેશના લક્ષ્યોને શિક્ષણ નીતિ અને વ્યવસ્થાના માધ્યમથી પૂરું કરી શકાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દેશના લક્ષ્યોને શિક્ષણ નીતિ અને વ્યવસ્થાના માધ્યમથી પૂરું કરી શકાશે

 • Share this:
  નવી દિલ્હીઃ સરકાર તરફથી થોડા દિવસો પહેલા નવી શિક્ષણ નીતિની જાહેરાત કરવામાં આવી છે, જેની પર હજુ પણ મંથન ચાલી રહ્યું છે. આ કડીમાં સોમવારે રાષ્ર્મપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ નવી શિક્ષણ નીતિ (New Education Policy) પર આયોજિત રાજ્યપાલોની કોન્ફરન્સને સંબોધિત કરી. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દેશના લક્ષ્યોને શિક્ષણ નીતિ અને વ્યવસ્થાના માધ્યમથી પૂરું કરી શકાશે. પીએમે કહ્યું કે શિક્ષણ નીતિમાં સરકારની દખલ ઓછી હોવી જોઈએ.

  વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ નીતિને તૈયાર કરવામાં લાખો લોકો સાથે વાત કરવામાં આવી, જેમાં સ્ટુડન્ટ્સ, શિક્ષક-માતા-પિતા તમામ સામેલ હતા. વડાપ્રધાને કહ્યું કે આજે કોઈને પોતાની આ નીતિ પોતાની લાગી રહી છે જે ભલામણો લોકો જોવા માંગતા હતા તે જોવા મળી રહ્યા છે. હવે દેશમાં નવી શિક્ષણ નીતિને લઈને દેશમાં લાગુ કરવાની પદ્ધતિ પર સંવાદ થઈ રહ્યો છે, તે એટલા માટે જરૂરી છે કારણ કે તેનાથી 21મી સદીના ભારતનું નિર્માણ થવાનું છે.


  આ પણ વાંચો, 3 દિવસ બાદ ફરી સોનાના ભાવમાં આવી તેજી, વિદેશી બજારોનો મળ્યો સપોર્ટ

  PMએ કહ્યું કે, શિક્ષણ નીતિ દેશની આકાંક્ષાઓને પૂરી કરવાનું ખૂબ અગત્યનું માધ્યમ હોય છે. તેનાથી તમા મ લોકો જોડાયેલા હોય છે. શિક્ષણ નીતિમાં સરકારની દખલ અને પ્રભાવ ઓછામાં ઓછો હોવો જોઈએ. શિક્ષણ નીતિથી શિક્ષક, માતા-પિતા, સ્ટુડન્ટ્સ જેટલા વધુ જોડાયેલા હશે તેટલું જ વધુ પ્રાસંગિક હશે. પાંચ વર્ષથી દેશભરના લોકોએ પોતાના સૂચનો અને ભલામણી આપી. ડ્રાફ્ટ પર બે લાખથી વધુ લોકોએ પોતાની ભલામણો આપી હતી. તમામે તેના નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું છે. વ્યાપક વિવિધતાઓના મંથનથી અમૃત મળે છે, તેથી ચારે તરફથી તેનું સ્વાગત થઈ રહ્યું છે.

  આ પણ વાંચો, Petrol Diesel Rate: ડીઝલના ભાવમાં ફરી ઘટાડો, જાણો શું છે પેટ્રોલનો ભાવ

  વડાપ્રધાને કહ્યું કે, આજે દુનિયા ભવિષ્યમાં ઝડપથી બદલાતી નોકરીઓ, કાર્યની પ્રકૃતિને લઈને ચર્ચા કરી રહી છે. આ શિક્ષણ નીતિ દેશના યુવાઓને ભવિષ્યની આવશ્યક્તાઓ મુજબ જ્ઞાન અને કૌશલ બંને મોરચે તૈયાર કરશે.
  Published by:Mrunal Bhojak
  First published: