લતા મંગેશકરના ઘરે પહોંચ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

દેશનું સૌથી આદરણીય વ્યક્તિ તમારા ઘરનું મહેમાન બને તો તમને કેવું લાગે આવું જ કંઇ થયું લતા મંગેશકર સાથે

News18 Gujarati
Updated: August 19, 2019, 10:39 AM IST
લતા મંગેશકરના ઘરે પહોંચ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે લતા મંગેશકર
News18 Gujarati
Updated: August 19, 2019, 10:39 AM IST
રાષ્ટ્રપતિને દેશના સૌથી આદરણીય વ્યક્તિ માનવામાં આવે છે. અચાનક જ જ્યારે રાષ્ટ્રપતિ કોઇના ઘરે પહોંચે તો આશ્ચર્ય તો ચોક્કસથી થાય જ. આવું જ કંઇક થયું સ્વર કોકિલા લતા મંગેશકર સાથે. રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમની ધર્મપત્ની સાથે લતા મંગેશકરના ઘરે પહોંચ્યા. લતાજીના કરોડા શુભેચ્છકોની જેમ જ રામનાથ કોવિંદ પણ તેમના પ્રશંસક છે. ત્યારે લતા મંગેશકરે તેમના ઓફિશયલ ટ્વિટર પરથી ટ્વિટ કરીને રામનાથ કોવિંદ તેમના ઘરે આવ્યા તે પળને વ્યક્ત કરી. લતા મંગેશકરે કહ્યું કે તે ખૂબ જ સન્માનિત અનુભવી રહ્યા છે.સાથે જ લતાએ હિન્દી અને અંગ્રેજી બંનેમાં ટ્વિટ કરીને આ અંગે પોતાનો આદર ભાવ રજૂ કર્યો. તેમણે ટ્વિટમાં લખ્યું કે આજે ભારતના રાષ્ટ્રપતિ આદરણીય શ્રી રામનાથ કોવિંદજી, અને તેમના પત્ની શ્રીમતી સવિતા કોવિંદજી અને તેમની પુત્રી સ્વાતિ કોવિંદ તથા મહારાષ્ટ્રના રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવ અને તેમની પત્ની વિનોદા રાવ તથા મહારાષ્ટ્રના શિક્ષામંત્રી શ્રી વિનોદ તાવડેજી અમારા ઘરે પધાર્યા અને અમે ધન્ય ધન્ય થઇ ગયા. તેમણે બે ટ્વિટમાં કોવિંદના પરિવાર અને અન્ય સદસ્યોની તસવીરો પણ મૂકી છે.
Loading...
વધુમાં લતા મંગેશકરે કહ્યું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ફેવરેટ ગીત "એ મેરે વતન કે લોગો" છે. જે વિષે મને આજે ચર્ચા દરમિયાન ખબર પડી. પાછળથી લતાએ માનનીય રાષ્ટ્રપતિ ડેડિકેટ કરતા તે ગીત પણ પોસ્ટ કર્યું હતું.
First published: August 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...