કેબિનેટ વિસ્તરણ પહેલા રાજ્યપાલો બદલાયા, મંગુભાઈ પટેલ મધ્ય પ્રદેશના નવા રાજ્યપાલ બન્યા

મંગુભાઈ પટેલ

મંગુભાઈ પટેલ (Mangubhai Patel)ને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબેન પટેલ કાર્યરત છે.

 • Share this:
  નવી દિલ્હી: કેન્દ્રમાં મોદી સરકાર (Narendra Modi Cabinate)ના વિસ્તરણની અટકળો વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind) દેશના અનેક રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક/બદલી કરી છે. મોદી સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા થાવરચંદ ગહલોત (Thawar Chand Gehlot)ને કર્ણાટક(Karnataka)ના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. કર્ણાટકમાં વજુભાઈ વાળા રાજ્યપાલના પદ પર બિરાજમાન છે. હરિ બાબૂ કંભમપતિને મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાતના મંગુભાઈ પટેલ (Mangubhai Patel)ને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબેન પટેલ કાર્યરત છે. રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. શ્રીધર પિલ્લઈને ગોવા, સત્યદેવ નારાયણ આર્યને ત્રિપુરા, રમેશ બૈસને ઝારખંડ અને બંડારુ દત્તાત્રેયને હરિયાણાના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે.

  કોણ છે મંગુભાઈ પટેલ?

  મધ્ય પ્રદેશના નવા નિમાયાલા રાજ્યપાલ મંગુભાઈ પટેલ આદિવાસી સમાજના નેતા છે. આદિવાસી વિસ્તાર પર તેમની ખૂબ સારી પકડ છે. નવસારીમાંથી તેઓ ચાર વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. મંગુભાઈ પટેલ જનસંઘના સમયથી કાર્યકર તરીકે કાર્યરત હતા. તેઓ ભાજપા પાર્લેમેન્ટ્રી બોર્ડના સભ્ય અને સંગઠન પ્રદેશ મહામંત્રી રહી ચૂક્યા છે. નવસારીની ગણદેવી બેઠક પરથી તેઓ ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. એટલું જ નહીં, ગુજરાતમાં કેબિનેટ વન મંત્રી પણ રહી ચૂક્યા છે. 2014માં તેઓ ગુજરાત વિધાનસભાના નાયબ સ્પિકર પદે પણ રહ્યા હતા.

  આ પણ વાંચો: માસ્ક ફ્રી થયેલા ઇઝરાયેલમાં ફાઇઝર વેક્સિનની અસર 95%થી ગગડીને 64% થઇ!

  નવા નિમાયેલા રાજ્યપાલો

  ઝારખંડ- રમેશ બૈસ
  ત્રિપુરા- સત્યદેવ નારાયણ
  મિઝોરમ-હરિ બાબુ કંભમપતિ
  મધ્ય પ્રદેશ- મંગુભાઈ પટેલ
  હિમાચલ પ્રદેશ- રાજેન્દ્રન અર્લેકર
  ગોવા- પીએસ શ્રીધરન પીલ્લઇ
  હરિયાણા- બાંડારુ દત્તાત્રેય
  કર્ણાટક- થાવરચંદ ગહલોત

  આ પણ વાંચો: Big News: બુધવારે રાજ્યમાં એક દિવસ માટે કોરોના રસીકરણ રહેશે બંધ, આવું છે કારણ

  સિંધિયા, રાણેને દિલ્હી બોલાવાયા

  કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર (Union Cabinet Expansion)માં થોડો જ સમય બાકી છે. અહેવાલ છે કે 24-48 કલાકમાં કેબિનેટમાં મોટો ફેરફાર થઈ શકે છે. બીજી તરફ, સંભવિત મંત્રીઓને દિલ્હી બોલાવવાનું શરૂ થઈ ગયું છે. હાલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા 53 છે, જેને વધારીને 81 કરવામાં આવી શકે છે. મીડિયા અહેવાલો મુજબ, સંભવિત નેતાઓને દિલ્હી બોલાવવામાં આવી રહ્યા છે. તેમાં મધ્ય પ્રદેશના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા આજે બપોરે દિલ્હી પહોંચી રહ્યા છે. બીજી તરફ, આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ મંગળવારે ત્રણ વાગ્યા સુધીમાં રાજધાની પહોંચશે. બીજી તરફ, મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા નારાયણ રાણે પણ આજે બપોરે દિલ્હી પહોંચશે.
  Published by:Vinod Zankhaliya
  First published: